રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ બજારો સ્વૈચ્છિક બંધ રાખવા વેપારીઓને જિલ્લા કલેક્ટરની અપીલ,જિલ્લા વાસીઓને ઘર બહાર ન નીકળવા કલેકટરનો અનુરોધ


SHARE











મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી સ્થળાંતરિત આશ્રિતો માટે ફૂડ પેકેટ્સ

વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે ત્યારે તમામ બજારો સ્વૈચ્છિક બંધ રાખવા વેપારીઓને જિલ્લા કલેક્ટરની અપીલ,જિલ્લા વાસીઓને ઘર બહાર ન નીકળવા કલેકટરનો અનુરોધ

 બિપરજોય વાવાઝોડાને પગલે આજે મોરબી જિલ્લામાં પણ અસર શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા અર્થે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ જિલ્લાના વેપારીઓને બપોરથી બજાર બંધ રાખવા અપીલ કરી છે.

 જે અન્વયે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, મોરબીની જનતાને ખાસ અપીલ છે કે, હવે વાવાઝોડું એકદમ નજીક આવી રહ્યું છે. ત્યારે આગામી ૨૪ કલાક માટે આપણે ઘરની બહાર ન નીકળીએ, આપણા બાળકોને પણ ઘરમાં જ રાખીએ અને  રાત્રિ મુસાફરીનું કોઈપણ રીતનું આયોજન ન કરી ૨૪ કલાકનો સમય ઘરમાં જ વિતાવીએ તે હિતાવહ છે.

 જિલ્લાના વેપારી મિત્રોને અનુરોધ કરતા તેમણે જણાવ્યું હતું કે, મેડિકલ સિવાયની જે કંઈ પણ દુકાનો છે તે દુકાનના વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાળે જેથી બજારમાં ટ્રાફિક ન રહે અને  આકસ્મિક સમયમાં ક્યાંય જવાની જરૂર પડે તો બજારો ખુલ્લી હોય અને રસ્તા પણ ખુલ્લા હોય. જેથી બચાવ કાર્ય માટે એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અવર-જવર સરળતાથી થઈ શકે. જિલ્લાના તમામ ઉદ્યોગો દ્વારા બે દિવસ પહેલા જ તમામ પ્રકારનું લોડીંગ-અનલોડિંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને જેની અસર પણ આપણે રોડ પર જોઈ શકીએ છીએ. જેથી આપણા રસ્તાઓ ખુલ્લા છે અને ટ્રાફિકની કોઈપણ અડચણ નથી. વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી ૮ હજાર થી વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. અત્યારે ૧૦ હજાર જેટલા ફૂટ પેકેટ્સ અને ૬ હજાર જેટલી કીટ ઉપલબ્ધ છે. આ તમામ સામગ્રી એવી અલગ અલગ જગ્યાએ રાખેલી છે જ્યાંથી જરૂર પડે ત્વરિત પહોંચાડી શકાય

મોરબી જિલ્લામાં વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે મોરબી કલેકટર કચેરી ખાતેથી જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે ફૂડ પેકેટ્સ રવાના કરવામાં આવ્યા હતા.સંભવિત વાવાઝોડાના પગલે મોરબી જિલ્લામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગામ, નીચાણ વિસ્તારમાં આવેલા ગામના લોકો તેમજ મીઠાના અગરમાં અને માછીમારી કરતાં અગરિયાઓ તથા મજૂરોને જિલ્લામાં બનાવવામાં આવેલા શ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

ફૂડ પેકેટ્સ
જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો સ્થળાંતરિત થયેલા લોકોને કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સામાજિક સંસ્થાઓ પણ જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે અને તેમને જમવા માટેની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્થળાંતરિત થયેલા આશ્રિતોની વ્યવસ્થાના ભાગરૂપે કલેક્ટર ઓફિસ ખાતે આવેલા ફૂડ પેકેટ્સને જિલ્લાના વિવિધ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરિત થયેલા લોકો માટે રવાના કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ સ્થળાંતરિત લોકોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પૂરતી તકેદારી જિલ્લા વહીવટી દ્વારા રાખવામાં આવી રહી છે.






Latest News