હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ


SHARE











મોરબીમાં રથયાત્રા સંદર્ભે જાહેરનામું ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી તેમજ નો પાર્કિંગ

અષાઢીબીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ-સી.પી.આઇ ચોક-નગરદરવાજા-સોની બજાર- ગ્રીન ચોક-દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ રથયાત્રા સાથે જોડાશે.આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોવાથી શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો નિવારણ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન. કે. મુછાર દ્વારા તા.૨૦-૬ ના રોજ રોડ રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ બાબતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અષાઢી બીજના તા૨૦-૬ ના રોજ સવારે ૭ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વી.સી ફાટક થી નગરદરવાજા, જુના બસ સ્ટેશન થી નગરદરવાજા, ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) તેમજ સવારે ૭ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી લાતી ચોકી થી આસ્વાદ પાન, જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન, સુપર ટોકિઝ થી આસ્વાદ પાન, જુના બસ સ્ટેશનથી આસ્વાદ પાન, મહેન્દ્રપરાથી આસ્વાદ પાન, રેલ્વે સ્ટેશનથી સુપર ટોકિઝ, પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ કરવા હુકમ કરેલ છે. મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઇ ચોક, નગરદરવાજ સોની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ તા.૨૦-૬ ના સવારે ૭ થી બપોરના ૪ સુધી નો- પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે.


ઉપરોકત રોડ રસ્તાઓના વૈકલ્પિક રસ્તા તરીકે વાવડી રોડ/પંચાસર રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે મોરબી લાતી ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે ગાંધીચોક થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. રવાપર રોડ શનાળા રોડ તરફ થી આવતા વાહનો સામાકાંઠા તરફ જવા માટે જયદિપ ચોક થઇ લાતી ચોકી થઇ જુના બસ સ્ટેશન થઇ વિજય ટોકીઝ થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. શનાળા ગામ તરફ થી આવતા વાહનો મોરબી પંચાસર ચોકડી થઇ વાવડી ચોકડી થઇ નવલખી ફાટક થઇ વી.સી. ફાટક તરફ જઇ શકશે. મોરબી-૨ માંથી મોરબી શહેરમાં પ્રવેશ કરવા માટે ગેંડા સર્કલ થઇ વી.સી. ફાટક થઇ સેન્ટમેરી સ્કુલ થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર તરફ જઇ શકશે. જેતપર રોડ તરફથી આવતા વાહનો માટે રવિરાજ ચોકડી થઇ નવલખી ફાટક થઇ મોરબી શહેર વિસ્તારમાં જઇ શકશે. વાંકાનેર તરફ આવતા વાહનો માટે રફાળેશ્વર થઇ લીલાપર ચોકડી થઇ રવાપર ચોકડી શકશે.ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.






Latest News