મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની બે હોટલમાં ખોટા નામ-આધાર કાર્ડથી અમદાવાદનો શખ્સ રોકાણ કરી ગયો !


SHARE













મોરબીની બે હોટલમાં ખોટા નામ-આધાર કાર્ડથી અમદાવાદનો શખ્સ રોકાણ કરી ગયો !

રાજકોટમાંથી આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ પશ્ચિમ બંગાળના શખ્સ ઝડપાયા બાદ મોરબી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન મોરબીના જેલ રોડ ઉપર આવેલ હોટલ તથા સનાળા રોડ ઉપર આવેલ હોટલમાં ખોટા આધાર કાર્ડ રજૂ કરીને ખોટું નામ ધારણ કરીને હાલમાં અમદાવાદમાં રહેતા શખ્સ દ્વારા રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેથી કરીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે તથા તેને આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર શખ્સની સામે પણ ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટના સરધાર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાધાસ્વામી રો-હાઉસ ચાણક્યપુરી ખાતે રહેતા જિનેન્દ્ર ભરતભાઈ શાહ (૨૫) અને વિજયસિંહ રાજપુત તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં પોલીસે જણાવ્યું છે કે, જિનેન્દ્ર શાહ પોતાની સાચી ઓળખ છુપાવીને મોરબીના જેલ રોડ ઉપર આવેલ જે.કે. હોટલ તથા શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ ખાતે રોકાયો હતો અને ત્યારે તેણે નિલેશ નારણભાઈ પોશિયા રહે. જુનાગઢ વાળાનું આધાર કાર્ડ રજૂ કર્યું હતું અને ખોટું નામ ધારણ કરીને તથા ખોટું આધાર કાર્ડ રજૂ કરીને નિલેશ પોશિયાના નામથી જ તેણે સહી પણ કરી હતી અને આઈડી પ્રૂફ પોતાના નહીં હોવાનું જાણતો હોવા છતાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે થઈને આ શખ્સ દ્વારા ખોટા નામે હોટલમાં રૂમ બુક કરવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું અને આઈડી પ્રૂફની વ્યવસ્થા તેને વિજયસિંહ રાજપુત દ્વારા કરી આપવામાં આવી હતી જેથી હોટલના રજીસ્ટરોમાં ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહી કરી અને રૂમ ભાડે રાખવામાં આવ્યા હતા અને ત્યાં રોકાણ કરવામાં આવ્યું હતું માટે હાલમાં રૂમ ભાડે રાખનાર તથા ખોટા આઇડી પ્રૂફની વ્યવસ્થા કરી આપનાર અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૨૧૨, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ બી, ૩૪ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News