મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ગુનેગારોનો ઉતારો મોરબી..? : ઉત્તરપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE













ગુનેગારોનો ઉતારો મોરબી..? : ઉત્તરપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાતમીના આધારે યુપી પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુુ અને ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનેલ યુવતી સાથે મળી આવતા હાલ બંનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના મંદપા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનેલ યુવતી આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા ત્યાંના મંદપા પોલીસ મથકના એસઆઈ વિજયપાલસિંહ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવે ધાર વિસ્તારમાં સ્થાનિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખીને સર્ચ કરવામાં આવતા ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલી યુવતી આરોપી અમિત બલ્લુભાઈ તિવારી રહે.ઇટાલીયા થાના બલીયા જનપદ હમીરપુર યુપી વાળા સાથે મોરબીમાંથી મળી આવી હતી.જેથી હાલ આગળની કાર્યવાહી અર્થે બંનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ બક્ષી શેરીમાં રહેતા મહેશભાઇ અશોકભાઈ આચાર્ય નામના ૪૧ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે જાતે બ્લેડ વડે ડાબા હાથના ભાગે ચેકા મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત મહેશભાઈ આચાર્યને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ મોતેશ્વર મહાદેવ મંદિર પાસેના ગોકુલનગર વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં રવિ સુભાષભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે સારવાર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ મારામારીના આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News