મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની શકત શનાળા પ્લોટ શાળામાં દાતા દ્વારા ટ્રોલી સ્પીકર અર્પણ કરાયું


SHARE













મોરબીની શકત શનાળા પ્લોટ શાળામાં દાતા દ્વારા ટ્રોલી સ્પીકર અર્પણ કરાયું

ટેકલોજીના આ સમયમાં શાળામાં ઇલેક્ટ્રોનિક અને મલ્ટી મીડિયાનો ઉપયોગ થતો હોય છે ત્યારે શાળાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ સ્વ. બળદેવગીરી ગુલાબગીરી ગોસાઈના સ્મરણાર્થે તેમના મોટાભાઈ નગીનગીરી ગુલાબગીરી ગોસાઈ તરફથી શાળાને રૂપિયા ૧૧૦૦૦ ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પણ કરવામાં આવ્યું હતું આ ટ્રોલી સ્પીકર અર્પણ કાર્યક્રમ પ્રસંગે  નગીનગીરી અને તેમના મોટા દીકરા વિમલકુમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના બન્ને દીકરા વિમલ અને જયદીપ શકત શનાળા પ્લોટ શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી હાલ ખાનગી કંપનીમાં એન્જીનીયર તરીકે પોતાની ફરજ બજાવે છે જેનું ગૌરવ વ્યક્ત કર્યું હતું આ પ્રસંગે વિમલકુમારે પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરી બાળકોને સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી શાળા, કુટુંબ અને ગામનું નામ રોશન કરવા ખાસ અનુરોધ કર્યો તથા શાળાના કર્મનિષ્ઠ શિક્ષકોનો આભાર માન્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ રામાવત અને શાળાના શિક્ષકો હર્ષદભાઈ મારવણીયા, મીનાબેન ફુલતરીયા,હીનાબેન ગામી દ્વારા શાળાને ટ્રોલી સ્પીકર આપી પ્રેરણાદાયી કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News