મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટી યોજાશે


SHARE













મોરબીમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે ગીતા જ્ઞાન કસોટી યોજાશે

મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકામાં આવેલ સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી ગીતા જ્ઞાન કસોટીમાં ભાગ લઈ શકે છે

ભગવદ્દ ગીતાનું ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખે નિર્માણ થયેલ છે ભગવદ્દ ગીતાએ દુનિયાનો મહાનતમ ગ્રંથ છે, દેશ અને દુનિયા લોકો સંતો-મહંતો રાજપુરુષો, વૈજ્ઞાનિકોએ ગીતામાંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારે આજની પેઢી આજના બાળકો, આજના વિદ્યાર્થીઓ પણ ભગવદ્દગીતાને જાણે, સમજે એ માટે આ પ્રમાણે ગીતાજ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે આ ગીતાજ્ઞાન કસોટી બે વિભાગમાં લેવાશે ધો.૯ થી ૧૨ અને કોલેજ વિભાગ રાખવામા આવેલ છે આ કસોટી ઓબ્જેક્ટિવ પ્રકારની હશે. અને જવાબ યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવેલ પેપરમાં જ લખવાના રહેશે આ કસોટી તા. ૧૭ ઓગસ્ટને ગુરુવારે શાળા કોલેજ કક્ષાએ લેખિતમાં લેવામાં આવશે અને પેપરો યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા આપવામાં આવશે અને શાળા તેમજ કોલેજ કક્ષાએ બંને વિભાગમાંથી ત્રણ ત્રણ નંબર પ્રાપ્ત કરનારને તાલુકા કક્ષાએ ફરીવાર કસોટી આપવાની રહેશે અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને એકથી ત્રણ નંબર પ્રાપ્ત કરનારને વિશિષ્ટ ઈનામો આપવામાં આવશે અને ગીતાજ્ઞાન કસોટીમાં ઉત્તમ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન માટે વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવશે. જે સંસ્થા માંથી વિદ્યાર્થીઓ ભાગ લેવાના હોય તેઓને શાળા માટે દિનેશ વડસોલા (૯૮૨૫૯૧૩૩૩૪) અને કોલેજ માટે રવીન્દ્ર ભટ્ટ ૯૮૯૮૨૮૮૭૭૭) ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News