મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી: મિત્રતા દિવસની ઉજવણી સાથે રચનાત્મક સંકલ્પો કરતી બાળાઓ.


SHARE













મોરબી: મિત્રતા દિવસની ઉજવણી સાથે રચનાત્મક સંકલ્પો કરતી બાળાઓ

આજે દેશ સહિત દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવાય રહયો છે. ત્યારે મોરબીની આત્મીયતાના બંધનથી બંધાયેલ અને અને ખરા અર્થમાં મિત્રતાની વ્યાખ્યાને ચરિતાર્થ કરતી બાળાઓ એન્જલ વ્યાસ, આઘ્યા વ્યાસ, જીયા રાવ, નિયતિ ચૌહાણ, આરૂષ વ્યાસ સહિતના બાળ મિત્રોએ એક મેકને મળી મિત્રતા દિવસની ઉજવણી કરવા સાથે તમામે સાથે મળી સમાજનું ઋણ અદા કરવા અને અન્ય બાળમિત્રોને ઉપયોગી થવાના સંકલ્પો કર્યાં હતાં.

પોતાની આસપાસના જરૂરતમંદ નાના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા, બાળકોને શિક્ષણ લેવા પ્રેરીત કરવા, અન્ય બાળકોનો સ્વાથ્ય બાબતે જાગૃત કરવા, પોતાના ઘર,શેરી, વિસ્તારના સફાઈ પ્રત્યે જાગૃત કરવા, બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ ટાળવા, પરંપરાગત રમતોમાં રુચિ કેળવવા પ્રેરિત કરવા, માતા પિતા ગુરૂ સહિત વડીલોને સન્માન આપવા સાથે તેમની શીખ, અનુભવો જીવનમાં ઉતારવા અને વિશ્વની મહાસત્તા અને ગુરુ બનવા જઇ રહેલ મહાન હિંદુરાષ્ટ્ર એવા આ દેશ, ભારતમાતાના ચરણોમાં રહી સદા દેશ હિતના કાર્યોમાં ભગીરથ સહિયોગ ના આપી સકીઓ તો ખિસકોલી સમી ભૂમિકા અદા કરી માં ભારતી અને રાષ્ટ્રનું ઋણ અદા કરવા તૈયાર રહેવું. ભૂલકાઓ એ આ દેશનું ભવિષ્ય છે. અને આ ઉમરમાં આ બાળકોના અન્ય બાળકોથી માંડી રાષ્ટ્રને ઉપયોગી થવાના બાળકોના આ સંકલ્પો જોઈ વડીલો પણ ગદગદીત થઇ ગયા હતા.






Latest News