મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે દારૂની બે રેડ: ૧૨ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE













મોરબીના પીપળી પાસે દારૂની બે રેડ: ૧૨ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબી તાલુકાના પીપળી ગામ પાસે પોલીસે દારૂની જુદી જુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૨ બોટલ દારૂ સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બે જુદાજુદા ગુના મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ્યા છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે કોની પાસેથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે શિવ પાર્ક સોસાયટીની સામે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને સાહિલભાઈ રણછોડભાઈ ઠાકોર જાતે કોળી (૨૦) રહે. શિવ પાર્ક પીપળી મૂળ રહે. પઠાની ચાલી રેલવે સ્ટેશનની બાજુમાં કડી જિલ્લો મહેસાણા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે આવી જ રીતે મોરબી તાલુકાના પીપળી ગામ પાસે આવેલ ત્રિલોક ધામ સોસાયટી પાસે રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે ભરતભાઈ સવજીભાઈ સુંડાણી જાતે કોળી (૪૦) રહે. હાલ ત્રિલોક ધામ સોસાયટી પીપળી વાળાની ધરપકડ કરેલ છે

દેશી દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામમાં ભરવાડ સમાજની વાડીની બાજુમાં રહેતા રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી જાતે કોળી (૨૩) ના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી તૈયાર ૧૦ લીટર દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૧૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦ નો મુદ્દા માલ કબજે કરી આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News