મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાની યુવતીના નામ-ફોટોનો ઉપયોગ કરીને ઇન્સ્ટગ્રામમાં ફેક આઈડી બનાવીને બીભત્સ મેસેજ કર્યા


SHARE













હળવદ તાલુકાની યુવતીના નામ-ફોટોનો ઉપયોગ કરીને ઇન્સ્ટગ્રામમાં ફેક આઈડી બનાવીને બીભત્સ મેસેજ કર્યા !

હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના નામથી ઇન્સ્ટગ્રામમાં ફેક આઈડી બનાવીને તેમાં બિભત્સ મેસેજ કરવામાં આવ્યા હતા અને તે આઇડીમાં ફરિયાદી યુવતીનો ફોટો પ્રોફાઇલમાં રાખવામા આવ્યો હતો જેથી કરીને સોશિયલ મીડિયા દ્વારા યુવતીને હેરાન પરેશાન કરવામાં આવી હોવાથી તેને હાલમાં એક શખ્સની સામે નામ જોગ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કારણે લોકોની હેરાનગતિ થતી હોય અથવા તો તેને બદનામ કરવામાં આવતા હોય તેવા ઘણા બનાવો સામે આવતા હોય છે અને ત્યારબાદ તે મામલા પોલીસ ફરિયાદ સુધી પહોંચતા હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાં બનેલ છે જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી એક યુવતીના નામથી ઇન્સ્ટગ્રામમાં ફેક આઈડી બનાવવામાં આવ્યું છે અને તે યુવતીની બદનામી થાય તે રીતે મેસેજ તે ઇન્સ્ટગ્રામના આઈડી મારફતે કરવામાં આવી રહ્યા છે તથા તે આઇડીમાં ફરિયાદી યુવતીનો ફોટો પ્રોફાઇલમાં રાખી સોશિયલ મીડિયા દ્વારા તેની હેરાન પરેશાન કરવામાં આવી રહી છે જેથી હાલમાં ભોગ બનેલ યુવતી દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ ૩૫૪(ડી) તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી), ૬૭, ૬૭(એ) મુજબ હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા મહેશ રણછોડભાઈ કોળી ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News