મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ બાળકીને જન્મ આપ્યો


SHARE













મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ બાળકીને જન્મ આપ્યો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીને ધાકધમકી આપીને તેના જ ગામના પરણીત શખ્સ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતુ જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી જો કે, સગીરા પ્રગનેટ હોવાની જાણ મોડી થયેલ હોવાથી હાઇકોર્ટના આદેશથી સગીરાને રાજકોટ નારી સુરક્ષા ગૃહ ખાતે મૂકવામાં આવી હતી જે સગીરાએ આજે વહેલી સવારે બાળકીને જન્મ આપલે છે અને તે રાજકોટની જનાના હોસ્પિટલ ખાતે હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યુ હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને તેના ગામના જ પરણીત શખ્સ દ્વારા સગીરા સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તે સગીરાને ધમકીઓ આપતો હતો દરમિયાનમાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતા મેડીકલ ચેકઅપમાં લઈને ગયા હતા ત્યાં સગીરા પ્રેગ્નેટ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને સગીરાના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આ બાબતે સગીરા દ્વારા મોરબી તાલુકા પોલીસ પોલીસે સ્ટેશન ખાતે આરોપીના નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જો કે, સગીરાને ગર્ભનો સમયગાળો વધી ગયો હોવાથી હાઇકોર્ટના આદેશથી સગીરાને રાજકોટ ખાતે આવેલ નારી સુરક્ષા ગૃહ ખાતે રાખવામા આવી હતી અને આજે વહેલી સવારે તે સગીરાએ રાજકોટની જનાન હોસ્પિટલ ખાતે બાળકીને જન્મ આપલે છે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે






Latest News