મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં કાલથી માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ


SHARE













મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં કાલથી માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ

મગ્ર દેશમાં જ્યારે મારી માટી, મારો દેશ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણા મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે કાલથી મોરબી જિલ્લો આ અભિયાનમાં જોડાઈ રહ્યો છે.      

 મોરબી જિલ્લાના અલગ-અલગ ગામમાં તા.૧૦ ઓગસ્ટથી કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આજે આવતી કાલે ૧૦ વાગ્યે મોરબી જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા ઘુંટુ ગામે, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા વાવડી ગામે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી રાજપર(મોરબી) ગામે યોજાનાર કાર્યક્રમાં હાજર રહી માટીને નમન કરશે અને વીરોને વંદન કરશે. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતો ખાતે શિલાફલકમ્ કરી આઝાદીની લડતમાં સહભાગી બનેલ અનેક વીરોને યાદ કરવામાં આવશે. આ કાર્યક્રમો દરમિયાન ગામની માટી એક કળશમાં એકત્ર કરવામાં આવશે. જે ૧૭ ઓગસ્ટના રોજ વાજતે-ગાજતે બ્લોક લેવલે તાલુકા મથકે લઈ આવવામાં આવશે. આ કાર્યક્રમમાં જે-તે ગામના નાગરીકો, અગ્રણીઓ તેમજ બાળકો બહોળી સંખ્યામાં સહભાગી બનશે. કાર્યક્રમના ભાગરૂપે ગામમાં ૭૫ વૃક્ષો વાવી અમૃત વાટીકા પણ ઉભી કરવામાં આવશે.






Latest News