મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતના માતૃશ્રીનું ૧૦૫ વર્ષે નિધન: માતાની અંતિમ ઈચ્છા પૂરી કરતાં મહંત


SHARE













મોરબીના બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતના માતૃશ્રીનું ૧૦૫ વર્ષે નિધન: માતાની અંતિમ ઈચ્છા પૂરી કરતાં મહંત

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંતના માતૃશ્રીનું ૧૦૫ વર્ષની ઉમરે નિધન થયું છે ત્યારે માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે થઈને સંતે તેની માતાને કાંધ આપીને મુખાગ્નિ આપી હતી હતી.

મૂળ ભાવપર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાનાં બગથળા ગામે આવેલ નકલંક મંદિરના મહંત દામજી ભગતના માતૃશ્રી જીવતીબેન ગાંડુભાઈઓ બાવરવાનું ૧૦૫ વર્ષની ઉંમરે નિધન થયું છે અને તેઓ મોરબી શહેરના વાવડી રોડ ઉપર બાપાસીતારામ મંદિર પાસે આવેલ સોસાયટીમાં રહેતા મહંત દામજી ભગતના ભાઈ સાથે તેઓના માતા રહેતા હતા અને ગઇકાલે તેઓનું નિધન થયું હતું ત્યારે માતાની અંતિમ ઇચ્છા હતી કે, તેમનો દીકરો એટ્લે કે મહંત દામજી ભગત તેઓને કાંધ આપે અને મુખાગ્નિ આપે જેથી કરીને પરિવારે આ અંગેની મહંત દામજી ભગતને જાણ કરી હતી જેથી કરીને તેઓએ સંસારને છોડી દીધો હોવા છતાં પણ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેઓ આવ્યા હતા. 

ગઇકાલે બપોરે મહંત દામજી ભગતની હાજરીમાં તેઓના માતાની વાજતે ગાજતે ધૂન ભજન સાથે અંતિમયાત્રા નીકળી હતી અને પરિવારજનો સહિતના લોકોને જીવતીબેન ગાડુંભાઈ બાવરવાને અંતિમ વિદાય આપી હતી અને સંસારનો ત્યાગ કર્યો હોવા છતાં પણ માતાની પ્રેમ અને લાગણી તેમજ અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે નકલંક મંદિરના મહંત દામજી ભગત દ્વારા માતાની અર્થીને કાંધ આપી હતી અને પંચાસર ચોકડી પાસે આવેલ મોક્ષધામ ખાતે મુખાગ્નિ પણ આપી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.






Latest News