મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શખ્સની કેશોદ પોલીસ દ્વારા અપહરણ સહિતના ગુનામાં ધરપકડ


SHARE













મોરબીના શખ્સની કેશોદ પોલીસ દ્વારા અપહરણ સહિતના ગુનામાં ધરપકડ

મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને વારંવાર પોલીસ ચોપજે ચડી ચૂકેલા ઈસમની હાલમાં જુનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ સહીતની કલમોના ગુનામાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા ગામ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને છાશવારે મારામારી અને દારૂ સહિતના ગુનામાં પોલીસ ચોપજે ચડી ચૂકેલા સાગર ઉર્ફે ચોટી નવઘણ ભરવાડ (ઉમર ૨૪) ની કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ, બળાત્કાર અને એસ્ટ્રોસિટીના ગુનામાં જુનાગઢના ડીવાયએસપી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે બનાવ બાદ મોરબી રોકાયો હોય સાગર ભરવાડને મોરબી લાવીને તેનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ વિસ્તારમાં રામાપીરના ઢોળા નજીક રહેતા પરિવારની પૂજાબેન ભરતભાઈ ઝિંઝુવાડીયા નામની ૧૮ વર્ષીય યુવતી કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ફિનાઇલ પી ગઇ હતી જેથી તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એન.જે.ખડિયા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

વાંકાનેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર શક્તિપરામાં રહેતા વિપુલ ભુપતભાઈ મલ નામના ૨૦ વર્ષીય યુવાનને મોરબી તાલુકાના મકનસર ગામ પાસે સર્વિસ રોડ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સિવિલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોય મહેશભાઈ કહાંગરા દ્વારા નોંધ કરીને મારામારીના બનાવ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News