રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેર નગરપાલિકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

સમગ્ર રાષ્ટ્રમાં દેશના ઘડવૈયા અને લડવૈયાઓને યાદ કરી તેમને લાખ લાખ વંદન કરવા તેમજ માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના હેતુથી સરકાર દ્વારા ‘મારી માટી મારો દેશ’ નામે અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વાંકાનેર નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નેહરુ ગાર્ડન ખાતે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વીરોને વંદન કરવાના ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ વાંકાનેર ખાતે અન્વયે રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહજી ઝાલા અને ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં શિલાફલકમ્ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ તકે ધારાસભ્યશ્રીએ વીરોને અંજલી આપીને તેમના બલિદાન તથા દેશસેવાને બિરદાવી હતી. આ પ્રસંગે વૃક્ષારોપણ વસુધા વંદન કરવામાં આવ્યું હતું તથા અમૃતકળશમાં વાંકાનેરની માટીને એકત્ર કરવામાં આવી હતી. શાળાની બાળાઓ દ્વારા માથે કળશ લઈ તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા દ્વારા ઉભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ પર પણ સૌએ સેલ્ફી લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સાથે વાંકાનેર નગરપાલિકાની ચીફ ઓફિસર ગિરીશ સેરૈયા, મામલતદાર ઉત્તમભાઈ કાનાણી, અગ્રણી પરેશભાઈ મઢવી, સ્થાનિક આગેવાનો સહિત શહેરીજનોએ ભાગ લઇને પંચપ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.




Latest News