મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જવાથી બાળકનું મોત


SHARE













મોરબીના રંગપર પાસે કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જવાથી બાળકનું મોત

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા કારખાનામાં રોજગારી માટે આવતા પરિવારના બાળકો આવર નવાર અકસ્માતનો ભોગ બને છે તેવી જ રીતે હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં માટીના ઢગલામાં દટાઈ જવાટી ચાર વર્ષના બાળકનું મોત નીપજ્યું  છે જેની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ ઈસ્ટોન સીરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મંછારામ ખેમારામ બારેલાનો ચાર વર્ષનો દીકરો વિશાળ કારખાનામાં માટીના ઢગલા ઉપર ચડતા માટીના ઢગલામાં દટાઈ જવાથી તેનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

કારમાં નુકશાન
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકની મંદિરની બાજુમાં વિજયનગરમાં રહેતા દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણી જાતે પટેલ (૪૭) પોતાની એમ.જે. હેક્ટર કાર નંબર જીજે ૧ કેઝેડ ૫૨૫૬ લઈને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૭ વીડબલ્યુ ૯૫૧૧ ના ચાલકે તેની કાર સાથે ટ્રક અથડાવીને કારમાં નુકસાની કરી હતી તેમજ અન્ય વાહનોને હડફેટે લઈને તેમાં પણ નાની મોટી નુકસાની કરી હતી જેથી કરીને હાલમાં કાર ચાલક દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે






Latest News