મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત


SHARE













મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત

મોરબીનાં સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીનો ઓવેરબ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે અતિજરૂરી છે જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ  સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત  સ્થળે પહોચી શકતા નથી અને સમય તેમજ પેટ્રોલ અને ડિઝલનો બગાડ થાય છે જેથી કરીને સ્કુલે જતા આવતા બાળકો સહિતના તમામ લોકોના હિતને ધ્યાને રાખીને તેમજ બીમાર લોકોને સમયસર સારવાર માટે લઈ જઈ શ્કાત તે માટે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવું ખુબ જ જરૂરી છે જેથી કરીને મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરેલ છે જો કે, આ કામ ખરેખર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News