મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડે કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ વ્યક્તિ સારવારમાં


SHARE













મોરબીના ઘૂટું રોડે કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડતાં ઇજા પામેલ વ્યક્તિ સારવારમાં

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડી જતા ઈજા પામેલા વ્યક્તિને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘુટુ રોડે આવેલ એન્ટીક એલએલપી કારખાનામાં રહેતા કાળુભાઈ ભુરીયા લેબર ક્વાર્ટરના ત્રીજા માળેથી નીચે પડી ગયા હતા જેથી કરીને બેભાન હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પી ગઈ

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા બુટાભાઈ ભીખુભાઈ ગમારા જાતે ભરવાડની ૧૬ વર્ષની દીકરી રિદ્ધિબેન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લીલાપર ગામે રહેતા સુરેશભાઈ હંસરાજભાઈ મકવાણા (૩૭) નામનો યુવાન બાઈક લઈને મોરબીની લીલાપર ચોકડી પાસે રવિરાજ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે






Latest News