મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે થયેલ મારમારી-લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે થયેલ મારમારી-લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના રફાળેશ્વર ગામે જૂની અદાવતમાં મારામારીનો બનાવ બનેલ હતો અને યુવાન ઉપર હુમલો કરીને આઠ શખ્સો દ્વારા માર મારીને લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબીના રફાળેશ્વર ગામે ઠાકર મંદિરની બાજુમાં રહેતા અને મંડપ સર્વિસના ધંધાર્થી ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણા રહે. લીલાપરઅજયભાઇ જગદીશભાઇ ચૌહાણપારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલામનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલાઅશોકભાઇ દલાભાઇ રાઠોડમુકેશભાઇ ઝાલા રહે. મચ્છોનગર તેમજ બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેદસેક મહિના અગાઉ આરોપી ગૌતમ સાથે ઝઘડો થયો હતો જેનો કેસ ચાલી રહ્યો છે. અને ફરીયાદીને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ થતું હોય છે જે આરોપીઓને નહી ગમતા ફરિયાદી આરોપીના ઘર પાસેથી નીકળતા જાનથી મારી નાખવાના ઇરાદે લાકડાના ધોકા વડે માર માર્યો હતો જેથી ફરિયાદી તેનું બાઈક મુકીને ભાગી ઘરે ગયો હતો. ત્યારે આરોપીઓ ક્રેટા કારએકટીવા લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યાં દક્ષાબેનને ધોકાવડે માર માર્યો હતો. તેમજ ફરિયાદીના પિતા રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ હથીયાર તાકી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગજેન્દ્રના ખીસ્સામાંથી ૧૩૦૦૦ ની લુંટ કરી હતી અને એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી હતી જે ગુનામાં પોલીસે આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણા અને મુકેશભાઇ મંગાભાઇ ઝાલાની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના એટ્લે કે તા ૩૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે તેવું મોરબી તાલુકાનાં પીઆઇ કે.એમ. વાળાએ માહિતી આપતા જણાવ્યુ છે

માર માર્યો
મોરબી શહેરના વિસ્તારમાં આવેલ ત્રાજપરમાં રહેતા સુનિલભાઈ અવચરભાઈ બારૈયા (૨૬) નામના યુવાનને માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે યુવાનને તેના ભાઈએ માર મારતા ઈજા થઈ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે

મારમારી

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધીરુભાઈ વીરાભાઈ બાવાજી (૪૫) અને દયાબેન ધીરુભાઈ બાવાજી (૪૦) નામના બે વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News