મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાયો


SHARE













મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિતે નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાયો

મેજર ધ્યાનચંદજીના જન્મદિવસના દિવસને નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા મેજર ધ્યાનચંદજીના જન્મ જંયતી નિમીતે નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી નવજીવન વિધાલય ડી.એલ.એસ.એસ. અને ન્યુ એરા પબ્લિક સ્કૂલ (DLSS) ખાતે કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજયકક્ષા અને રાષ્ટ્રકક્ષાએ સારૂ પ્રદર્શન કરેલ ખેલાડીઓને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આગામી ૩૧-૦૮-૨૦૨૩ ના રોજ લેબનન ખાતે એશિયાઈ રમતમાં ભાગ લેનાર ખેલાડીઓનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારી રવિકુમાર ચૌહાણ, જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડી.જી.ચુડાસમા, શાળાના ટ્રસ્ટી ડી.બી.પાડલિયા, હાર્દિકભાઈ પાડલિયા, બ્રિજેશભાઈ ઝાલરીયા, તેમજ વિવિધ રમતના કોચ, ટ્રેનર અને વ્યાયામ શિક્ષક અને બહોળી સંખ્યામાં ખેલાડીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News