મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

કાચું સોનું વરસતા ખેડૂતો હરખાયા: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધાથી લઈને સવા બે ઇંચ જેટલો વરસાદ


SHARE













કાચું સોનું વરસતા ખેડૂતો હરખાયા: મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં અડધાથી લઈને સવા બે ઇંચ જેટલો વરસાદ

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા બે દિવસથી કાચું સીનું મોરબી જીલ્લામાં વરસી રહ્યું છે ત્યારે ખેડૂતોના હૈયે હરખનો પાર નથી સાથોસાથ સ્થાનિક જળાશયોમાં પણ પાણીની આવક થઈ રહી છે જેથી કરીને લોકોના પીવાના પાણીનો પણ પ્રશ્ન ઉકેલાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો છેલ્લી ૨૪ કલાકની વાત કરીએ તો મોરબી જીલ્લામાં સરેરાશ અડધાથી લઈને સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ પણ આકાશમાં કળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને આજે સવારે છ વાગ્યાથી મોટાભાગના તાલુકામાં ધીમીધારે કાચું સોનું વરસી રહ્યું છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી અને જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લી ૨૪ કલાકની અંદર અડધાથી લઈને સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જો કે, ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકને પાણીની અતિ જરૂર હતી ત્યારે મેઘરાજાએ હેત વરસાવતા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરેલા પાકને હાલમાં જીવતદાન મળી ગયું છે જેથી કરીને ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે જે રીતે હાલમાં કાચું સોનું વરસે છે તે જોઈને માત્ર ખેડૂતો જ નહીં તમામ લોકોમાં હરખ છે કેમાં કે, સિંચાઇ અને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે

હાલમાં મોરબી જિલ્લાના કંટ્રોલરૂમમાંથી મળેલ માહિતી મુજબ જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં છેલ્લી ૨૪ કલાકમાં ટંકારામાં બે ઇંચ, મોરબીમાં દોઢ ઇંચ, વાંકાનેરમાં દોઢ ઇંચ, માળીયા અડધો ઇંચ અને હળવદમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જો કે, આજે સવારથી મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ ચળું જ છે અને સવારે ૬ થી ૮ સુધીમાં મોરબીમાં એક ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ નોંધાયેલ છે જો કે, અન્ય બે તાલુકામાં વરસાદી માહોલ અને હળવા ઝાપટાં પડી રહ્યા છે

અત્રે ઉલેખનીય છે કે, શહેરી વિસ્તારની વાત કરીએ તો મોરબી શહેરની અંદર સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપરા સહિતના અનેક વિસ્તારો કે જ્યાં દર વખતે વરસાદના ચાર છાંટા પડતાની સાથે વરસાદી પાણી ભરાઈ જાય છે ત્યાં વરસ્દી પાણી રાબેતા મુજબ ભરાઈ ગયેલ છે જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તેવી જ રીતે હાલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે






Latest News