મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં ૩૦૨ ની કલમ ઉમેરો-કંપનીને આરોપી બનાવવા કરાયેલ અરજીની ૩ જી તારીખે સુનાવણી


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં ૩૦૨ ની કલમ ઉમેરો-કંપનીને આરોપી બનાવવા કરાયેલ અરજીની ૩ જી તારીખે સુનાવણી

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તેમાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી વિકટીમ એસો.ના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે જેની વધુ સુનાવણી આગામી તા ૩ ઓક્ટોમ્બરે કરવામાં આવશે

મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા અને તેના માટે હાઇકોર્ટમાં કરવામાં આવેલ સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ ચાલી રહી છે દરમ્યાન મૃતકો અને ઇજાગ્રસ્તોને જે વળતર આપવા માટેનું કહેવામા આવ્યું છે તેની સામે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ દ્વારા કોર્ટમાં રકમ જમા કરાવી દેવામાં આવી છે જો કે, મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ગુનામાં કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી બનાવવામાં આવે તેવી અરજી અગાઉ આપવામાં આવી હતી જેની બુધવારે તારીખ હતી જો કે ત્યારે આરોપી જયસુખભાઈ પટેલના વકીલ દ્વારા વાંધા જવાબ રજૂ કરવા માટે કોરટમાં સમય માંગવામાં આવ્યો હતો જેથી કરીને કોર્ટે આગામી તા ૩/૧૦ ના રોજ વધુ સુનાવણી માટે તારીખ આપેલ છે




Latest News