ટંકારાના ચકચારી જેઠા પટેલ હત્યા કેસમાં સરકારે હાઇકોર્ટમાં કરેલ અપીલ રદ ટંકારા તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીના યુવાન પાસેથી એક લાખ રૂપિયા લઈને લગ્ન કરીને છનનન થઈ ગયેલ મહિલા ઝડપાઇ: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જીલ્લામાં ખાનગી વીજ કંપની પાસેથી વળતર માટે કલેક્ટરની અધ્યક્ષતામાં MRC દ્વારા વધુ ૪ ગામના ભાવ નક્કી કરાયા ટીબી મુક્ત ભારત અભિયાન: વાંકાનેરની દોશી કોલેજના NSS વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ વાંકાનેરના ગારીડા- જાલીડા વચ્ચે પીવાના પાણીના નવા સંપ-પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લેતા જીજ્ઞાસાબેન મેર વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત મોરબીમાં માતાએ મોબાઈલ ફોનમાં વાતો કરવાની ના પડતાં સગીરાએ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી ખાતે કલેકટર, ધારાસભ્યો  સહીતનાઓની ઉપસ્થિતિમાં બે-દિવસીય યોગ શિબિર યોજાઈ 


SHARE







મોરબી ખાતે કલેકટર, ધારાસભ્યો  સહીતનાઓની ઉપસ્થિતિમાં બે-દિવસીય યોગ શિબિર યોજાઈ 

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મોરબી ખાતે યોજાય ગયેલ બે-દિવસીય યોગ શિબીરમાં કલેકટર, ધારાસભ્યો, અધિકારીગણ અને વિવિધ સંગઠનોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના જન્મદિવસ નિમિતે ગુજરાતભરમાં કુલ ૭૩ સ્થાનો ઉપર આયોજિત યોગ શિબિરોમાંથી મોરબી જિલ્લામાં, રામોજી ફાર્મ, મોરબી ખાતે બે દિવસની યોગ શિબીર તા.૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાય હતી.

જેમા મુખ્ય મહેમાનોમાં કલેકટર જી. ટી. પંડ્યા, ધારસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વનવિભાગ અધિકારી ચિરાગભાઈ અમીન, ટંકારા આર્ય ગુરુકુળ આચાર્ય રામદેવજી, વાંકાનેર નગરપાલિકા ચીફઓફીસર ગિરીશભાઈ સરૈયા, આરએસએસના ડો.ભાડેસિયા, પતંજલિમાંથી ભારતીબેન રંગપરિયા અને માતૃવંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.સમર્પણ ધ્યાન કેન્દ્ર, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, આરએસએસ, વિવિધ મહિલા સમિતિઓ, યોગ વિષયમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ, વ્યાપારિક અને આધ્યાત્મિક સંગઠનોમાંથી મહાનુભાવો અને સભ્યો હાજર રહેલ.

 

મોરબી જિલ્લાની યોગ શિબિરમાં મોરબીના સ્થાનિક યોગ સાધકો સાથે સાથે, ટંકારા અને વાંકાનેરથી પણ લોકો જોડાયેલ અને સામૂહિક રીતે યોગ અને સૂર્યનમસ્કાર કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની યોગમય રીતે ઉજવણી કરવામાં આવી હતી.યોગ શિબિર અને અન્ય કાર્યક્રમોના મધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વધુ સંખ્યામાં નવા યોગ ટ્રેનર બનાવવા, ૧૦૦ કલાકની ટ્રેનિંગનું ની:શુલ્ક ધોરણે સતત આયોજન કરી, વિવિધ સ્થાનો પર (ની:શુલ્ક) યોગક્લાસ શરૂ કરીને વધુમાં વધુ લોકોને યોગ સાથે જોડવા ચેરમેન યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શનમાં અવીરત પણે કાર્યરત છે.યોગ શિબિરને સફળ બનાવવા યોગ કોચ, યોગ ટ્રેનેરો અને જિલ્લા કોર્ડીનેટર, વિવિધ સંગઠનો દ્વારા ખુબ જહેમત ઉઠાવેલ અને ઘર ઘર સુધી યોગ શિબિરની માહિતી પહોચાડવામાં યોગ સાધકોમાંઅનેરો ઉત્સાહ ઉડીને આંખએ વળગતો હતો. વધુમાં યોગ ટ્રેનર બનવા ઇચ્છતા વ્યક્તિઓ દ્વારા વાલજીભાઈ ડાભી મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો તેમના ફોન નંબર ૯૫૮૬૨ ૮૨૫૨૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News