મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૧૦ ડેમના કેચમેટ વિસ્તારમાં અડધાથી લઈને ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-૩ ૯૨ ટકા ભરાયો


SHARE













મોરબી જિલ્લાના ૧૦ ડેમના કેચમેટ વિસ્તારમાં અડધાથી લઈને ત્રણ ઇંચ વરસાદ: મચ્છુ-૩ ૯૨ ટકા ભરાયો

મોરબી જીલ્લામાં ૧૦ ડેમ આવેલા છે અને તે તમામ ડેમના કેચમેટ વિસ્તારમાં ગઇકાલથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધીમીધારે વરસાદ હોવાથી પાણીની આવક પણ ધીમીધારે થઈ રહી છે જો કે, ડેમના કેચમેટ વિસ્તારમાં છેલ્લી ૨૪ કલાકમાં અડધાથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડે છે અને મચ્છુ-૩ ડેમ હાલમાં ૯૨ ટકા ભરાઈ ગયો છે જેથી નીચેના ગામોને એલર્ટ કરેલ છે

મોરબી જીલ્લામાં ગઇકાલથી વરસાદી માહોલ છે અને ધીમીધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદ બાદ હાલમાં ડેમોમાં આવેલા પાણીની સ્થિતિ ઉપર નજર કરીએ તો હજુ પણ પાણીની આવક ચાલુ જ છે જો કે, હાલમાં એક પણ ડેમ ઓવરફ્લો નથી અને સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ મચ્છુ -૧ ડેમ ૮૬.૩૧ ટકા, મચ્છુ -૨ ડેમ ૬૯.૨૬ ટકા, મચ્છુ-૩ ડેમ ૯૨.૮૮ ટકા, ડેમી -૩ ડેમ ૨૪.૯૦ ટકા, ડેમી -૨ ડેમ ૨૬.૨૬ ટકા, ડેમી -૧ ડેમ ૨૫.૬૫ ટકા, ઘોડાધ્રોઇ ડેમ ૬૮.૯૧ ટકા, બંગાવડી ડેમ ૩૭.૩૧ ટકા, બ્રાહ્મણી -૨ ડેમ ૩૨.૫૩ ટકા અને બ્રાહ્મણી -૧ ડેમ ૪૨.૭૪ ટકા ભરાયેલ છે વધુમાં ડેમના કેચ મેટ વિસ્તારમાં થયેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો મચ્છુ -૧ ડેમ ત્રણ ઇંચ, મચ્છુ -૨ ડેમ એક ઇંચ, મચ્છુ-૩ ડેમ એક ઇંચ, ડેમી -૩ ડેમ અડધો ઇંચ, ડેમી -૨ ડેમ અઢી ઇંચ, ડેમી -૧ સવા બે ઇંચ, ઘોડાધ્રોઇ ડેમ એક ઇંચ, બંગાવડી ડેમ દોઢ ઇંચ, બ્રાહ્મણી -૨ ડેમ ઓઢ ઇંચ અને બ્રાહ્મણી -૧ ડેમ ના કેચમેટ વિસ્તારમાં બે ઇંચ વરસાદ નોંધાયેલ છે

મોરબીના સદુળકા ગામ પાસે આવેલ મચ્છુ-૩ ડેમમાં વરસાદના લીધે પાણીની આવક ચાલુ થયેલ છે જેથી કરીને હાલમાં ડેમમાં ૬૬૫ ક્યુસેક પાણી આવે છે અને આ ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે જેથી રુલ લેવલ જાળવવા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે જેથી કરીને નીચેના વનાળીયા, ગોરખીજડીયા,સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર,નવાગામ,રાસંગપર, વિરવિદરકા,ફતેપર, માળીયા અને હરિપર સહિતના ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે






Latest News