હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં યુવાનની હત્યા બાદ ઘરમાં તોડફોડ કરીને વૃદ્ધ સહિતનાઓને માર મારનારા ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભીમસરમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ સામાપક્ષેથી વૃદ્ધ દ્વારા ત્રણ શખ્સોની સામે ઘરમાં તોડફોડ કરી નુકસાન કરીને ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ હતી જેના આધારે પોલીસે હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભીમસરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા જાતે વાલ્મિકી (૬૨)એ ભલાભાઇ નાથાભાઈ ઝાલા, ઝાલાભાઇનો દીકરો ચનો અને સુમલો રહે ત્રણેય મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીના દીકરા તથા પૌત્રએ આરોપીના ભત્રીજા રવિન્દ્રભાઈને મારામારી કરીને છરી મારી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ધોકા લઈને તેના ઘરે આવ્યા હતા અને છૂટા પથ્થરના ઘા કરીને તેમજ ફરિયાદી અને સાહેદોને ધોકા અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને તેઓને ઈજા થઈ હતી ત્યારે લલિતભાઈને હાથ અને પગમાં ઇજા થઈ હતી તો મંજુબેનને મોઢા ઉપર મૂઢ ઈજા થઈ હતી અને આરોપીઓએ તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી જેથી વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા અને તેની ટીમે આ ગુનામાં આરોપી ભલાભાઇ નાથાભાઈ ઝાલા (૪૦), ચંદ્રેશ ઉર્ફે ચનો ભલાભાઇ ઝાલા (૨૦) અને સૂઝલ ઉર્ફે સુમો અતુલભાઈ ઝાલા (૧૮) રહે, ત્રણેય લીલાપર રોડ જેલની સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News