હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો: બહોળી સંખ્યામાં લોકો જોડાયા


SHARE









મોરબીમાં જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો ભવ્ય વરઘોડો નીકળ્યો: બહોળી સંખ્યામાં લોકો જોડાયા

 મોરબીમાં જૈન સમાજ દ્વારા દરવર્ષે યોજાતી રથયાત્રાનો આજે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયા હતા આ રથયાત્રા ધર્મનાથ જૈન બેન્ડ પાર્ટીની સૂરાવલિ સાથે દરબાર ગઢથી શરૂ થઈને નહેરુગેઇટ ચોક, જુના બસ સ્ટેશન રોડ થઈને પ્લોટ દેરાસર ખાતે પહોચી હતી આ રથયાત્રા પન્યાસપૂર્વ દિવ્યયશ વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વીજી સંવેડારત્નશ્રીજીની શુભ નીશ્રામાં કાઢવામાં આવી હતી અને સંઘ પ્રમુખ સહિતના હોદેદારો તેમજ ટ્રસ્ટીગણ સહિત સંઘના તમામ લોકો રથયાત્રામાં હાજર રહ્યા હતા ખાસ કરીને આ રથયાત્રામાં દોશી વનેચંદભાઈ ત્રિભોવનભાઈ પરિવારે સારથી બનવાનો અને પ્રભુજીની પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો તથા માતૃશ્રી મધુબેન સેવંતિભાઈ સંઘવી પરિવારે પ્રભુજીને લઈને રથમાં બેસવાનો લાભ લીધેલ હતો આ રથયાત્રાને સફળ બનાવવા માટે કલ્પેશભાઇ ઘોઘાણી, ભાવેશભાઈ શાહ, ભરતભાઇ દોશી, ભાવેશભાઈ દોશી, કિરીટભાઇ સંઘવી તેમજ હોદેદારો અને ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી




Latest News