મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારીની જાણ બહાર દુકાનમાંથી ૯.૫૮ લાખની તમાકુની ચોરી કરીને વેચી નાખનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં વેપારીની જાણ બહાર દુકાનમાંથી ૯.૫૮ લાખની તમાકુની ચોરી કરીને વેચી નાખનારા આરોપીની ધરપકડ

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા વેપારીએ તેની દુકાનમાં કામે રાખેલા શખ્સ દ્વારા તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ૯,૫૮,૭૦૦ ની ચોરીની વેપારીએ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રોયલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-૨૦૧ માં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ ધમસાણીયા જાતે પટેલ (૪૦) એ હાલમાં જયદીપભાઇ બીપીનભાઈ કાઠીયા રહે. માધાપર હનુમાન ચોક મોરબી વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ છે કેમોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમાં ખોડીયાર સેલ્સ એજન્સી નામની તેની દુકાન છે અને તે દુકાનમાં તેણે આરોપી જયદીપભાઇ કાઠીયાને કામે રાખ્યો હતો અને આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેની દુકાનમાંથી તમાકુના અલગ અલગ ૧૯ જેટલા કાર્ટૂનની ચોરી કરીને વેચી નાખેલ છે અને આ તમાકુના કાર્ટુનની કિંમત ૯,૫૮,૭૦૦ રૂપિયા થાય છે જેથી ભોગ બનેલા દુકાનદાર દ્વારા તેના કર્મચારી સામે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચોરીના આગુણમાં સંદીપ ઉર્ફે જયદીપ બીપીનભાઈ કાઠીયા કોળી (૨૨) રહે. માધાપર કપિલા હનુમાન ચોક મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News