મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં યોજાતી ગરબીનો આજની તારીખે પણ દબદબો


SHARE









મોરબીના માધાપરમાં યોજાતી ગરબીનો આજની તારીખે પણ દબદબો

મોરબીના માધાપર વિસ્તાર માં છેલ્લા ૧૪૧ વર્ષથી માધાપર ગરબી મંડળના આયોજકો દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની જકામજોડ વગર આજની તારીખે દેશી વાજિંત્રો તબલા, હર્મોન્યમ, દોકડ, મંજીરા, ઢોલ વિગેરેનો ઉપયોગ કરીને ગરબીની જમાવટ કરવામાં આવે છે આ ઉપરાંત આ ગરબીની બીજીએ પણ વિશેષતા છે કે ગરબા ગાવા માટે બહારથી કોઈ ગાયકને બોલાવવામાં આવતા નથી આ વિસ્તારમાં જ રેહતા લોકો વાજિંત્ર વગાડે છે અને માતાજીના ગરબા ગાતા હોય છે સાથો સાથ ત્યાં આઠમના દિવસે ખાસ મહાકાળીનો માતાજીનો કાર્યક્રમ યોજાઇ છે જેને જોવા માટે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લોકો મોટી નાખ્યામાં આવે છે અને આ ગરબીમાં ૩૫૦ જેટલી બાળાઓને રાખવામા આવે છે અને તે તમામને દાતાઓના સહકારથી લ્હાણી પણ આપવામાં આવે છે




Latest News