મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે માળીયા મિયાણામાં જમીન ખરીદનારનો અશતઃ દાવો મંજુર કર્યો


SHARE









મોરબીની કોર્ટે માળીયા મિયાણામાં જમીન ખરીદનારનો અશતઃ દાવો મંજુર કર્યો

માળીયા મીયાણામાં રજીસ્ટર દસ્તાવેજથી વર્ષો પહેલા જમીન અઘાટ વેચાણ રાખલ હતી પરંતુ આ જમીન ખરીદનારના નામે રેવન્યુ દફતરે ચઢેલ ન હતી જેથી કરીને જમીનના મૂળ માલિકના વારસદારોએ જમીન વેચવા માટેની હિલચાલ શરૂ કરી હતી જેની સામે મોરબીની કોર્ટમા દિવાની દાવો દાખલ કરી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમની માગણી કરેલ છે જે દાવો અશતઃ મંજુર કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે

આ કેશની હકીકત એવી છે કે, અવસાન પામેલ મોવર અલારખા દુજાના વારસો મોવર ઇસ્માઇલ અલારખા વિગેરેનાએ તેમના પિતા મોવર અલારખા દુજાએ માળીયા મીયાણાના સર્વે નં-૮૭૦ તથા ૮૭૧ની જમીન આશરે ૩૦ વિઘા સને-૧૯૫૮ની સાલમા પ્રતિવાદીઓના પિતા અવસાન પામેલ જામ હિરા કેશર પાસેથી રજીસ્ટર દસ્તાવેજથી અઘાટ વેચાણ રાખલ હતી પરંતુ આ જમીન ખરીદનારના નામે રેવન્યુ દફતરે ચઢેલ ન હોય. તેનો ગેરલાભ લઇ પ્રતિવાદીઓએ આ જમીન વેચાણ કરવા તજવિજ હાથ ધરતા વાદી અવસાન પામેલ મોવર અલારખા દુજાના વારસોએ પ્રતિવાદીઓ અવસાન પામેલ જામ હિરા કેશરના વારસો સામે મોરબીની કોર્ટમા દિવાની દાવો દાખલ કરી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમની માગણી કરેલ છે આ દાવો મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની વાદીએ રજુ રાખેલ પુરવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલ દ્વારા રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ તથા રજુઆત માન્ય રાખી વાદીનો દાવો અશતઃ મંજુર કરતો હુકમ તા.૨૧/૧૦ ના રોજ કર્યો છે




Latest News