જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ દુર્ઘટના પાછળ કયાંકને કયાંક સરકાર સીધી જવાબદાર છે !: લોકોમાં થતી ચર્ચા


SHARE







ઝૂલતા પુલ દુર્ઘટના પાછળ કયાંકને કયાંક સરકાર સીધી જવાબદાર છે !: લોકોમાં થતી ચર્ચા

મોરબીના લોકોમાં થતી ચર્ચા મુજબ મોરબીની આસપાસમાં સરકારે કોઈ નવા સ્થળ છેલ્લા વર્ષોમાં ડેવલપ કર્યા ન હતા જેથી લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે બીજી કોઈ જગ્યાએ જઈ શકે તેમ ન હતું જેથી કરીને મોરબીમાં એકમાત્ર ઝુલતોપુલ હતો કે જ્યાં લોકો પોતાના પરિવાર સાથે હરવા ફરવા માટે જઈ શકે અને બહારગામથી કોઈ મહેમાન આવ્યા હોય તો તેને પણ સાથે ત્યાં હરવા ફરવા લઈ જઈ શકે જેથી કરીને રજાના દિવસોમાં મોરબી અને બહારથી આવેલા લોકો ત્યાં એકી સાથે આવી જતાં આ દુર્ઘટના બનેલ છે જો કે, મોરબીમાં વર્ષોથી ભાજપનું શાસન હતું અને સરકાર પણ ભાજપની હતી તેમ છતાં પણ મોરબીની આસપાસમાં કોઈ જગ્યાએ હરવા ફરવાના નવા સ્થળ ડેવલપ કરવા માટે થઈને કામગીરી કરવામાં આવી ન હતી અને લાખો કરોડો રૂપિયા વિકાસના નામે વાપરી નાખવામાં આવ્યા જો કે, લોકોને હરવા ફરવા માટેના કોઈ સ્થળ ડેવલોપ કર્યા ન હતા જેથી આ ઘટના બની તેવું હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે જેથી કરીને આ દુર્ઘટના પાછળ ક્યાંકને ક્યાંક સરકાર સીધી જવાબદાર ગણી શકાય તેમ છે

 

મોરબીમાં જે તે સમયે ઝુલતો પુલ ખુલ્લો મૂકાતાની સાથે જ ત્રણ દિવસમાં ૧૦ હજારથી વધુ લોકો ઉમટ્યા !

ભારતમાં માત્ર બે જ ઝૂલતા પુલ છે જેમાંનો એક લક્ષ્મણ ઝુલા અને બીજો મોરબીનો ઝુલતો પુલ હતો અને આ પુલ ઘણા મહિના બંધ રાખવામા આવ્યા બાદ ગત નવા વર્ષના પહેલા દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો જેથી મોરબી અને આસપાસના વિસ્તારમાં રહેલા લોકો તેમજ બહાર ગામથી આવેલા લોકો ઝૂલતા પુલ ઉપર પરિવાર સાથે રજાના દિવસોમાં ફરવા માટે ગયા હતા ત્યારે માત્ર ત્રણ દિવસમાં ઝૂલતા પુલ ઉપર ૧૦ હજારથી વધુ લોકો આવ્યા હતા અત્રે ઉલેખનીય છેકે, મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે જો કે, પુલની જવાબદારી ટ્રસ્ટને આપવામાં આવી ત્યારે આ પુલ જર્જરીત હતો માટે રીપેરીંગ કરવા તેને બંધ કર્યો હતો અને ત્યાર બાદ ખુલ્લો મુક્તાની સાથે જ છઠ્ઠ દિવસે આ પુલ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોએ તેના જીવ ગુમાવ્યા છે






Latest News