મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોની સ્મૃતિમાં મણીમંદિરના પટાંગણમાં મુકાઇ ખાંભી: મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE









મોરબીમાં ઝૂલતા પુલના દિવંગતોની સ્મૃતિમાં મણીમંદિરના પટાંગણમાં મુકાઇ ખાંભી: મૃતાત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

મોરબીની જુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આ ગોજારી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં મોરબીના રાજવી પરિવાર દ્વારા સ્મૃતિ ખાંભી મૂકવામાં આવી છે ત્યાં આજે દુર્ઘટનાના સમયે મૃતકોના પરિવારજનો તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના આગેવાનો આવ્યા હતા અને ઝુલતાપુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી  

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ગત વર્ષે માર્ચ-૨૦૨૨ માં મોરબીના ઓરેવા ટ્રસ્ટને સોપવામાં આવ્યો હતો અને ૧૫ વર્ષ સુધી આ પુલની તમામ જવાબદારી સાથે પુલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો જેથી વર્ષોથી જર્જરીત ઝૂલતા પુલને રીપેર કરવા માટે સાત મહિના સુધી પુલને બંધ રાખવામા આવ્યો હતો ત્યાર બાદ ગત બેસતા વર્ષે આ પુલને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો અને છઠ્ઠના દિવસે સાંજે આ પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ કરણ દુર્ઘટનાની યાદો આજે પણ જ્યારે મૃતકોના પરિવારજનને આવે છે ત્યારે તેની આંખમાંથી આંસુસરી પડતા હોય છે આ ગોજારી ઘટનાની સ્મૃતિમાં મોરબીના રાજવી પરિવાર દ્વારા મોરબીમાં આવેલ મણીમંદિરના પટાંગણમાં ઝૂલતા પુલના દિવંગત ૧૩૫ મૃતાત્માઓના ખાભી મૂકવામાં આવેલ છે ત્યાં આજે પ્રથમ વર્ષે પરિવારના સભ્યને આ ઘટનામાં ગુમાવનારા લોકો તેમજ જુદાજુદા જ્ઞાતિ સમાજના લોકો શ્રધ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા

 મણીમંદિર પાસે અગાઉ મચ્છુ હોનરાતના દિવંગતોની ખાંભી મૂકવામાં આવી હતી

મોરબીમાં ૧૯૭૯ માં જળ પ્રલય થયો હતો અને હજારોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ત્યારે રાજવી પરિવાર દ્વારા મણીમંદિર પાસે મચ્છુ જળ હોનરાતના દિવંગતો સ્મૃતિમાં ખાંભી મૂકવામાં આવી હતી ત્યાર બાદ વર્ષ ૨૦૨૨ માં ઝૂલતા પુલ દુર્ઘટના બનેલ છે જેમાં ૧૩૫ લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા જેની સ્મૃતિમાં મોરબીના રાજવી પરિવારે મણીમંદિર પાસે દિવંગતોની સ્મૃતિમાં ખાંભી મૂકાવી જે અને તેનો નિભાવ પાલિકાને સોપવામાં આવેલ છે




Latest News