મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
SHARE
રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ
ફ્લેટ અપાવી દેવાના બહાને વકીલ વિનેશ છાયાએ મોરબીના એડવોકેટ રહીશભાઈ માધવાણી સાથે કરી'તી લાખોની છેતરપિંડી
મોરબીના રવાપર રોડ કાલિકા પ્લોટ, શેરી નંબર-૨ માં રહેતા એડવોકેટ રહીશભાઈ કાસમભાઈ માધવાણી સાથે ફ્લેટ અપાવી દેવાના બહાને છેતરપીંડી કરનાર રાજકોટના વકીલ વિનેશ કદમકાન્ત છાયાને મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના એડવોકેટ રહીશભાઈ કાસમભાઇ માધવાણી મોરબી જિલ્લામાં રેવન્યુ તેમજ કોર્ટ પ્રેક્ટીશ કરે છે.તેમના મિત્ર દ્વારા રાજકોટના વકીલ વિનેશ કદમકાન્ત છાયા (વકીલાત, 1106-1109 શ્રી ગુરુકૃપા ટાવર, 11 માં માળે, લીમડા ચોક, રાજકોટ) ના સંપર્કમાં આવ્યા હતા.આ સમયે વિનેશભાઇએ પોતે વકીલ હોવાનું જણાવી તેમની પાસે રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં આવેલા રહેણાંક ફ્લેટનો ડીઆરટી અમદાવાદમાં એસએનં 201/2021 થી કેસ ચાલે છે.અને તેમાં પોતે વકીલ હોવાનું કહીને તે ડીઆરટીમાં સેટલમેન્ટ કરી, તે મિલકત તમોને એટલે કે ફરિયાદી (ભોગ બનનાર) રહીશભાઈને વેચાણ અપાવી શકું તેમ હોવાનું જણાવ્યું હતું.
ફ્લેટની કિમત 37.44 લાખ બતાવીને ફ્લેટ જોઈતો હોય તો ડીઆરટીમાં 25 ટકા રકમ ભરવી પડે એટલે 9.36 લાખ આપો તો તે ફ્લેટ ખરીદ કરવાની દરખાસ્ત મૂકી શકાય તેવું વિનેશભાઇએ રહીશભાઈને જણાવ્યું હતું.વિનેશભાઇ છાંયાની વાતમાં વિશ્વાસમાં આવી ગયેલા મોરબીના એડવોકેટ રહીશભાઈ માધવાણીએ તા.25-9-2021 ના રોજ રૂા.3.36 લાખ પોતાની ઓફિસે રોકડા વીનેશભાઇને આપ્યા હતા.જ્યારે બાકીના 6,001,00 વિનેશભાઇને બેન્ક ખાતામાં એનઇએફટીથી ટ્રાન્સફર કર્યા હતા.જે વ્યવહારોમાં તા.27-9-21 ના રોજ 100, તા.29 ના રોજ 2 લાખના બે અને એક 1 લાખ તેમજ 19-11-21ના રોજ 1 લાખ એમ કુલ 9,36,100 વિનેશને ચુકવ્યા હતા.
લાંબો સમય વીતવા છતાં વીનેશભાઇએ ફ્લેટ બાબતે કોઈ સકારાત્મક વહેવાર ન કરતાં રહીશભાઈએ તેમની ચૂકવેલી રકમ પરત માંગી હતી.ત્યારે વિનેશભાઇએ 3.36 લાખ રોકડ ટૂંક સમયમાં આપી દઇશ અને ટ્રાન્સફર કરેલા રૂા.6 લાખનો 25 માર્ચ 2022 નો નાગરિક બેન્કનો ચેક આપ્યો હતો.પરત પૈસા વાળવામાં વિનેશની જાણે દાનત બગડી હોય તેમ આપેલા ચેકની તારીખનાં એક દિવસ અગાઉ ચેક બેંકમાં ડિપોઝીટ ન કરવા રહીશભાઈને જણાવી ગલ્લા-તલ્લાં ચાલુ કર્યા હતા.આવા સમયે રહીશભાઈએ રહેમરાહે વિનેશભાઇની વાત માનીને ચેક બેંકમાં જમા કરાવ્યો ન હતો. પણ ઉઘરાણી દરમિયાન ખોટા બહાના બતાવીને વિનેશભાઇ સમય કાઢતા હતોા.અંતે 16-5-22ના રોજ ચેક જમા કરાવી દેજો તેવું વિનેશભાઇએ રહીશભાઈને જણાવતા ફરિયાદીને રાહત થઈ હતી કે હાશ હવે કદાચ પૈસા આવી જશે.જો કે તા.16-5-22 ના રોજ રહીશભાઈએ પોતાની એચડીએફસી બેંકના ખાતામાં ઉપરોક્ત ચેક જમા કરાવતા તા.17 ના રોજ વસૂલાયા વગર બેંકમાંથી પરત ફર્યો હતો.આવા સમયે પણ પૈસા આપી દેવા રહીશભાઈએ લીગલ નોટિસ મોકલી હતી. પણ વિનેશભાઇએ નોટિસ સ્વીકારી લીધા છતાં પૈસા ચૂકવવા કોઈ તૈયારી કે સહકાર ન બતાવતા નાછુટકે તેમની સામે ધી નેગોશિએબલ એક્ટ મુજબ તા.15-7-22ના રોજ ફોજદારી કેસ દાખલ કરાયો હતો.આ કેશ ચાર વર્ષ ચાલ્યા બાદ છેલ્લે મોરબીના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં 30-6-26 ના રોજ કેસ ફાઇનલ થઈ જતાં ચીફ જ્યુડિશિયલ મીજીસ્ટ્રેટ બી.વી.સંચાણિયા દ્વારા વિનેશભાઇ કદમકાન્ત છાયાને આ કેશમાં તકસીરવાન ઠેરવ્યા હતા.અને તેમને આા કેશમાં બે વર્ષની કેદ તેમજ 6.15 લાખનો દંડ ફટકારવાનો હુકમ કરાયો હતો.તે દંડની રકમમાંથી ફરિયાદીને 6 લાખ વળતર પેટે ચૂકવવાં અને ચેકની રકમ ઉપર ચેક પરત ફર્યા તારીખથી વાર્ષિક 9 ટકા સાદું વ્યાજ પણ આરોપી વિનેશભાઇને ચૂકવવા હુકમ કરાયો છે.અને જો ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવા જજ દ્વારા હુકમ કરાયો છે.
ફરિયાદી રહીશભાઈ માધવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વ્યવસાયે તેઓ પોતે વકીલ અને સામે આરોપી તરીકે પણ વકીલ હોવાથી ન્યાયમાં વિલંબ થયો હોવાનું માનવું પડે છે. એટલુ જ નહિ વિનેશ છાયા વકીલ હોવાથી તેમની સામે કોણ માથાકૂટ કરે ? તેવા મનોમન ડરથી હજુ પણ ઘણા લોકો તેમનાથી લાખો રૂપિયામાં છેતરાઈ ગયા છે.પણ ફરિયાદ કરવા આગળ આવતા નથી.ત્યારે વિનેશભાઇ છાયાથી કોઈ વધુ લોકો છેતરાયા હોય તો હિંમત દાખવી ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ કેમકે કાયદો બધા માટે સમાન છે અને કાયદો કાયદાનું કામ કરે જ છે તેવું રહીશભાઈ માધવાણીએ જણાવ્યું હતું.
કોર્ટમાં સજાના ચૂકાદાથી નથી અંત હેરાનગતિનો !
રહીશભાઈએ પોતાની હેરાનગતી બાબતે જણાવ્યું હતું કે, કોર્ટમાં કેસ કરવાથી અને ચુકાદો જાહેર થઇ જવાથી ફરિયાદીને તાત્કાલિક પૈસા મળી જતા નથી.સજાના ચુકાદા પછી પણ ફરિયાદીને કાયદેસરની કાર્યવાહીમાંથી મનેકમને પસાર થવું પડે છે.ત્યારે સમયાંતરે ચેક રીટર્ન કેસમાં એવા ન્યાયની અપેક્ષા સેવાઈ રહી છે કે, ચુકાદા પછી ફરિયાદીને તાત્કાલિક પોતાની રકમ-રૂપિયા પાછા મળી જાય તો ફરિયાદી શારીરિક, આર્થિક, માનસિક સ્વસ્થ થઈને પોતાની બચેલી જીંદગી આરામથી પસાર કરી શકે તેવું કહેવું અનુચિત નથી.









