મોરબીના ત્રીમંદિર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જીલ્લા કક્ષાની ચિંતન શિબિર યોજાઈ
હવે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા વાઈટ બોડી ક્લેના ભાવમાં વધારો
SHARE
હવે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા વાઈટ બોડી ક્લેના ભાવમાં વધારો
મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સોમવારે રાતે ૧૨ વાગ્યેથી ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવમાં ટેક્સ સાથે ૧૦.૭૫ રૂપિયાનો પ્રતિ કયુબિક મીટરે વધારો કરવામાં આવેલ છે તેની સાહી સુકાઈ નથી ત્યાં સ્પ્રેડ્રાયર એસોસિયેશન દ્વારા વાઈટ બોડી ક્લેના ભાવમાં વધારો કરવા માટેની જાણ કરવામાં આવી છે અને નવો ભાવ તા ૧૧ થી લાગુ પડશે
મોરબી સ્પ્રેડ્રાયર એસોસિયેશન દ્વારા વોલ ટાઇલ્સ મેન્યુફ્કચરોને જાણ કરવામાં આવી છે કે, સ્પ્રેડ્રાયરના રોમટીરીયલ જેવા કે, કોલસા, સિલિકેટ, સોડા તેમજ ટ્રાન્સપોર્ટેસનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારો થઈ ગયેલ છે. જેથી કરીને સ્પ્રેડ્રાયર એસોસિયેશન દ્વારા તા ૪/૧૦ ના રોજ વર્ચિયુલ મિટિંગ રાખવામા આવી હતી અને સર્વાનુમતે તા ૧૧/૧૦ થી વોલ ટાઇલ્સ મેનીયુફેક્ચરોને સ્પ્લાઈ કરવામાં આવતા વાઈટ બોડી ક્લેના ભાવમાં વધારો કરવામાં આવશે જેમાં રોકડેથી અને ક્રેડિટથી માલ લેનાર માટે ભાવ જુદોજુદો નક્કી કર્યો છે જો કે, ૨૫૦ થી વધુનો પ્રતિ ટને ભાવ વધારો થશે તે નિશ્ચિત છે