મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં વૃદ્ધને હડફેટે લઈને તેનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ


SHARE









મોરબી નજીક કારખાનામાં વૃદ્ધને હડફેટે લઈને તેનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ

મોરબી નજીક આવેલ સીરામીક કારખાનામાં માટી વિભાગમાં લોડરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું જેથી ચાલીને પાછળથી પસાર થઈ રહેલા વૃદ્ધ લોડરના ચાલકે હેડફેટે લીધા હતા અને તેના શરીર ઉપરથી લોડરના ટાયર ફેરવી દીધા હતા જેથી વૃદ્ધનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે પ્લોટ વિસ્તારમાં નવા બાલમંદિર પાસે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગણજા જાતે પટેલ (૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર નંબર જીજે ૩૬ એસ ૧૦૫૭ ના ચાલક સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનગ્લોઝ સિરામિક કારખાનાના માટી વિભાગમાં તેઓના પિતા પ્રેમજીભાઈ રતુભાઈ ઓગણજા જાતે પટેલ (૬૫) ચાલીને જઈ રહયા હતા ત્યારે લોડર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતા સમયે તેઓના પિતાને હડફેટે લીધા હતા જેથી પ્રેમજીભાઈના શરીર ઉપરથી લોડરના વ્હીલ ફરી જતા તેનું મોત નીપજયું હતું આ આ બનાવમાં મૃતકના દીકરાની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી નટવર બુદ્ધભાઈ ઝાલા (૩૯) રહે. લક્ષ્મી સોસાયટી કુબેર ટોકીઝ પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા ઈમરાનભાઈ અલ્લારખાભાઈ ઢુસા (૨૦) અને અલારખાભાઈ જૂસબભાઈ ઢુસા (૫૦) ને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ અશોકભાઈ સારદીયા ચલાવી રહ્યા છે




Latest News