મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદમાં જમીનના દલાલ પાસે દલાલીના પૈસા માંગીને ધોકા-પાઇપ વડે હુમલો


SHARE









હળવદમાં જમીનના દલાલ પાસે દલાલીના પૈસા માંગીને ધોકા-પાઇપ વડે હુમલો

હળવદના દેવીપૂર ગામના જમીન મકાનના દલાલ પાસે જમીનની દલાલીના ૭૦ હજાર માંગવામાં આવ્યા હતા અને અત્યારે જ આપવા પડશે કહી ધોકા પાઇપ વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આધેડને ઈજાઓ કરી હતી જેથી કરીને આધેડે બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદના દેવીપુર ગામે રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મુકેશભાઇ ભગવાનભાઇ સિણોજીયા (૫૫)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને હળવદના પંકજભાઇ ચમનભાઈ ગોઠી અને રણમલપુરના કરશનભાઇ હરજીભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આ આરોપીઓએ તેને ફોન કરી દેવીપુર ગામના પાટિયા પાસે બોલાવ્યા હતા અને ત્યાં જમીન દલાલીના ૭૦ હજાર આપવાનું કહ્યું હતું અને ફરિયાદીએ તેઓને કહ્યું હતું કે,  મેં કરાવેલ સોદામાં તમે ક્યાંય હતા નહીં તો દલાલી કેમ આપું ? જેથી કરીને બંને આરોપીઓએ તેના ઉપર પાઇપ તેમજ ધોકા વડે હુમલો કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી જેથી કરીને આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News