મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના કીડી ગામે ચોકડીએ આવવા બાબતે બોલાચાલી બાદ મારમારી: સામસામી ફરિયાદ


SHARE









હળવદના કીડી ગામે ચોકડીએ આવવા બાબતે બોલાચાલી બાદ મારમારી: સામસામી ફરિયાદ

હળવદ તાલુકાના કીડી ગામે ચોકડી આવવા બાબતે બોલાચાલી થયેલ હતી ત્યારે બંને પક્ષેથી માર મારી કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવી કીડી ગામે રહેતા પ્રેમજીભાઈ ચતુરભાઈ ઉઘરેજા જાતે કોળી (૬૩)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ જેસીંગભાઇ રબારી, સાગરભાઇ હરજીભાઈ રબારી, વેલાભાઈ મુમાભાઈ રબારી, હરજીભાઈ મુમાભાઈ રબારી, ગેલાભાઈ હરજીભાઈ રબારી અને રઘુભાઈ ગેલાભાઈ રબારી રહે. બધા કીડી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેને તથા સાહેદને કડી ચોકડી ઉપર ન આવવા માટે આરોપીઓએ કહ્યું હતું ત્યારે તે તેના ભત્રીજાનું ઉપરાણું લઈને પોતાનું બાઈક લઈને કીડી ગામે આવેલ ચોકડી પાસે આવ્યા હતા ત્યારે મુકેશભાઈ, સાગરભાઇ અને વેલાભાઈએ ચોકડીએ આવવાની ના પાડેલ તે બાબતનો ખાર રાખીને બોલાચાલી કરી હતી અને ત્રણે જણાએ ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પડતા ત્રણેય જણા ઉસકેરાઈ ગયા હતા અને લાકડી વડે મૂઢમાર માર્યો હતો અને મોટરસાયકલમાં પણ નુકસાન કર્યું હતું અને સાહેદ તેને છોડાવીને તેના ઘર પાસે મૂકી ગયા હતા અને અડધા કલાક બાદ ફરીયાદી તેનું બાઈક લેવા માટે ચોકડીએ ગયા ત્યારે આરોપી હરજીભાઈ, ગેલાભાઈ અને રઘુભાઈએ તેને ગાળો આપી હતી અને ગાળો આપ્યા બાદ તેને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ૬ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામે પક્ષેથી હરજીભાઈ મુમાભાઈ પાણકૂટા જાતે રબારી (૪૫) એ પ્રેમજીભાઈ ચતુરભાઈ ઉઘરેજા અને વિપુલભાઈ હરજીભાઈ ઉઘરાજા રહે. બંને કીડી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેની બોલેરો ગાડી લઈ ચોકડી તરફ આવેલા અને ફરિયાદીના કુટુંબને ચોકડી ઉપર આવવા બાબતે ગાળો દેવા લાગેલ અને ગામના માણસો તેને સમજાવતા પ્રેમજીભાઈ ગાડી લઈને જતા રહેલા અને થોડીવાર બાદ બાઈક ઉપર લાકડી લઈને આવીને તેઓના કુટુંબને ગાળો દેવા લાગેલા અને ત્યારે વિપુલભાઈના હાથમાં ધારરીયું હોય ફરિયાદીના કુટુંબને ગાળો દેવા લાગેલા હતા જેથી કરીને હાલમાં હરજીભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બંને શખ્સોની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News