મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૩૫ બોટલો સાથે ઘરધણીની ધરપકડ: સપ્લાયરની શોધખોળ


SHARE









હળવદમાં ઘરમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની ૩૫ બોટલો સાથે ઘરધણીની ધરપકડ: સપ્લાયરની શોધખોળ

હળવદના સરા રોડ ઉપર આવેલ વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલની પાછળના ભાગમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૫ બોટલો મળી આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે હળવદમાં સારા રોડ ઉપર આવેલ વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલની પાછળના ભાગમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૫ બોટલો મળી આવતા પોલીસે ૧૬,૪૬૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી ધર્મેન્દ્રભાઈ ધીરુભાઈ ચાવડા (૩૦) રહે. હાલ સરા રોડ વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલની પાછળ હળવદ મૂળ રહે કલ્યાણપુર તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે સહદેવસિંહ ઉર્ફે એસપી પથુભા ચાવડા રહે કોયબા તાલુકો હળવદ વાળા પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

હળવદ તાલુકાના માનગઢ ગામથી રણ તરફ જવાના રસ્તા ઉપર અભ્યારણના બોર્ડ પાસે બાવળના જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ માલ સમરથભાઈ ચકુભાઈ વાકડ જાતે કોળી રહે. માનગઢ વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News