હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલ પોલીસકર્મી સહિત ત્રણ આરોપી જામીન મુક્ત


SHARE









મોરબીમાં ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલ પોલીસકર્મી સહિત ત્રણ આરોપી જામીન મુક્ત

મોરબીના વીરપરડા ગામ પાસે રવિવારે બપોરના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુનામાં પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ૪૭ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકીનાં પોલીસ કર્મચારી સહિતના ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર થયા હતા જે રિમાન્ડ પૂરા થતાં ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તેની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે દલીલ કરી હતી કે રિમાન્ડ દરમ્યાન બીજો કોઈ મુદામાલ તપાસનીસ અધિકારીએ કબજે કરેલ નથી અને આરોપી ભાગી નસીભાગી જાય તેમ નથી જેથી તેના કોર્ટે જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકાનાં વીરપરડા ગામ પાસે હોટલ નજીક પેટ્રોલ અને ડીઝલની ટેન્કરમાંથી ચોરી થતી હોવા અંગેની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને હકીકત મળી હતી જેના આધારે ગત રવિવારે બપોરે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર થી ટેન્કરોમાંથી કાઢવામાં આવેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો અને કુલ મળીને પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ શખ્સોને સ્થળ ઉપરથી દબોચી લેવામાં આવ્યા હતા. જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યું છે કે સ્થળ ઉપરથી જુદા જુદા ટેન્કરોમાંથી ચોરી કરીને મેળવેલ ડીઝલનો જથ્થો ૧૫૨૦૦ લીટર અને ચોરી કરીનો મેળવેલ ૫૨૦૦ લીટર પોટ્રોલ તેમજ અન્ય વાહન મળીને ૪૭,૦૫,૦૮૫નો મુદામાલ કબજે કરેલ છે આ ગુનામાં પકડાયેલા નવ આરોપીઓમાંથી પોલીસ કર્મચારી સહિતના ત્રણ આરોપી રિમાન્ડ ઉપર હતા જેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પોલીસ કર્મચારી સહિતના ત્રણેય આરોપીના જામીન માટે વકીલ મારફતે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ તરીકે ગોપાલભાઇ ઓઝા, મેનાજબેન પરમાર અને ભાવેશભાઈ જેઠા રોકાયેલ હતા અને તેઓએ કરેલ દલીલને ધ્યાને રાખીને તેમજ જુદીજુદી કોર્ટમાં ચુકાદાઓને ધ્યાને રાખીને આરોપી શક્તિસિંહ મધુભા જાડેજા, રાજેશ ઉર્ફ રાજુ દેવાભાઈ ખુંગલા અને પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રાને જામીન મુક્ત કરવાનો કોર્ટે આદેશ કરેલ છે




Latest News