મોરબીમાં ડીઝલ ચોરીના ગુનામાં પકડાયેલ પોલીસકર્મી સહિત ત્રણ આરોપી જામીન મુક્ત
મોરબીની લખધીરપુર પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવા સભ્યએ કરી કલેક્ટરને રજૂઆત
SHARE
મોરબીની લખધીરપુર પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરવા સભ્યએ કરી કલેક્ટરને રજૂઆત
મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતમાં ચાલતા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની તપાસ કરવા માટે તાલુકા પંચાયતના સભ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે
મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણઘર દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામના સરપંચ તથા ઉપસરપંચ મારફત ઘણા બધો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અને હજુ પણ ભ્રષ્ટાચાર ચાલે છે જેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેને જણાવ્યુ છે કે, લખધીરપુર ગામના સર્વે નં. ૭૨ પૈકી સરકારી ખરાબાને નવા ગામતળમાં ફાળવી અને તેમાં પ્લોટ પાડવામાં આવેલ છે અને મોઢાના કરારથી પ્લોટ પાડી તેમાંથી દેવજીભાઈ ગંગારામભાઈ સાથે ભ્રષ્ટાચાર કરી તેની સાથે ૩,૬૦,૦૦૦ માં નકકી કરી તેની પાસેથી ૬૦,૦૦૦ સરપંચના પતિએ અને ઉપસરપંચ જે પ્લોટ પાડેલ તેમાં મકાન બનાવેલ મકાન બનાવવાની કોઈ લેખિત મંજુરી નથી. જેમાં લાઈટ કનેકશન છે તેમાં રહે છે. ચણતર કામ કરેલ છે. આ બાબતનો કોઈ પણ લેખિત આધાર પુરાવો નથી. પણ સ્થળ ઉપર રહેણાંક છે.
લખધીરપુરના જુના ગામતળને અડીને સરકારી ખરાબામાં ૬૦ સાંઈઠ પ્લોટ પાડેલ છે તેમાં દરેક આગળથી ૮,૦૦૦ ઉઘરાવી લઈ તેમાં મકાનો બનાવેલ છે. આ રકમ ઉપસરપંચે પોતે અંગત વાપરેલ છે. આ બાબતમાં કોઈ સરકારી રેકર્ડ નથી પણ સ્થળ ઉપર મકાનનાં બાંધકામ વગર મંજુરીએ થયેલા છે. આ રકમ ભ્રષ્ટાચારથી ઉપસરપંચે લીધેલ છે અને ભ્રષ્ટાચાર કરેલ છે તેવો આક્ષેપ કરેલ છે ગામમાં ૧૫ માં નાણાપંચ તરફથી અમારા ગામમાં રસ્તાનું પેવર કામની મંજુરી આપેલ છે તેમાં વર્ષ ૨૦૨૨/૨૩ ના ૫૫,૦૦૦ લાલજી જેરામના ઘરથી હસમુખ ચકુના તરફનો રોડ પેવર બ્લોકનું કામ મંજુર થયેલ પરંતુ પેવર કામ થયુ જ નથી અને તે અંગેની તકતી બાજુની ઓરડીની દિવાલે લગાવેલ છે હાલમાં સર્વે નં. ૭૨ પૈકીની જમીનમાં ૧૦ ઓરડી બનાવેલ છે. તેમાં જે ઉપસરપંચે બનાવેલ છે. દરેક ઓરડી પરપ્રાંતીય મજુર પાસેથી દર મહીને ભાડા પેટ રકમ વસુલ લીધેલ છે. દરેક ઓરડીમાં ઈલેકટ્રીક કનેકશન છે. ભુગર્ભ ગટર છે. પાણીની લાઈન પણ છે.
ગામમાં સર્વે નં. ૭૨ પૈકીમાં ખેત તલાવડી હતી તે બુરાઈ ગઈ છે. તેમાં ફેન્સીંગ કરી પોતાની માલીકીની દર્શાવી અને પેશકદમી કરેલ છે. તેમાં સરકારી અધિકારીઓની મીલીભગત કરી વ્યવહાર વહીવટ કરી કબજો કરવામાં મદદ કરી છે અને સરકારી રેકર્ડ ઉભુ કરેલ છે. આમા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે આ ઉપરોકત સિવાય ઘણી બધી જગ્યાએ ગ્રામ પંચાયતે પોતાની પેનલનાં સભ્યોને સાથે રાખી સરકારી કર્મચારીઓ સાથે સાંઠ ગાંઠ કરી ભ્રષ્ટાચાર કરેલા છે અને આ ભ્રષ્ટાચારોને પંચાયતના સભ્ય તરીકે તે ખુલ્લા પડતાં હોવાથી તેને સભ્ય પદેથી હટાવવા માટેની કાર્યવાહી કરી છે તેમાં પણ તેની સાથે અન્યાય કરવામાં આવેલ છે જેથી કરીને દરેક બાબતની યોગ્ય અને તટસ્થ તપાસ કરીને ન્યાય આપવામા આવે તેવી માંગ કરી છે