હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની લીલાપર ચોકડી પાસેથી બાઈકમાં જતા આધેડના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં


SHARE









મોરબીની લીલાપર ચોકડી પાસેથી બાઈકમાં જતા આધેડના બાઈકને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં

મોરબીની લીલાપર ચોકડી નજીકથી બાઈક લઈને આધેડ જઇ રહ્યા હતા ત્યારે તેમના બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધું હતું.જે બનાવમાં ઇજા પામેલ આધેડને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવાય છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની આનંદનગર સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ છગનભાઈ ભાડેજા નામના ૫૬ વર્ષના આધેડનો વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.ગત તા.૫-૨ ના રોજ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રભાઈ ભાડેજા લીલાપર ચોકડી પાસેથી તેમનું ટુ વ્હીલર બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ અજાણી કારના ચાલકે તેઓને બાઈક સહિત હડફેટે લીધા હતા.જે બનાવમાં ઇજાઓ થતા તેમને આયુષ હોસ્પિટલે લઈ જવાયા હતા અને જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં કરાયેલી જાણના પગલે હાલમાં તે બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરાયેલ છે.

અજાણ્યો બાળક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરના નાલા પાસેથી અકસ્માતે ઇજા પામેલા હાલતમાં એક અજાણ્યા ૧૫ વર્ષના બાળકને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જે અંગે એ ડિવિઝનમાં જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરાઈ હતી.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા જયેન્દ્રભાઈ મનહરલાલ કંસારા નામના ૬૩ વર્ષના આધેડ બાઈક લઈને સનાળા રોડ  રામચોકના ઢાળિયા પાસેથી જઈ રહ્યા હતા.તે દરમિયાનમાં ત્યાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે અંગે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે તપાસ કરી હતી.

ગુંગણ ગામે અકસ્માત

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા ધ્રુવ રમેશભાઈ સાલાણી નામના ૧૫ વર્ષના બાળકને ઈજા પામેલ હાલતમાં મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરાઈ હતી.જેમાં તપાસ અધિકારી જે.બી.પરમારે તપાસ કરતા સામે આવ્યું હતું કે, ધ્રુવ સાલાણી બાઇકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે ગામમાં રસ્તામાં તે અકસ્માતે બાઈકના પાછળના ભાગેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર (આમરણ) ગામે રહેતા મમતાબેન હિતેશભાઈ નકુમ નામની ૩૫ વર્ષની મહિલા તા.૫ ના બપોરે ૪:૩૦ વાગ્યાના અરસામાં તેઓના ઘરે મોનોકોટો નામની દવા પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પોલીસમાં જાણ કરાતા તે બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.જેમાં મમતાબેન દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે તેઓ પોતે ભૂલથી દવા પી ગયા હતા.




Latest News