હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

ટંકારા ખાતે રાષ્ટ્રપતિની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન


SHARE









ટંકારા ખાતે રાષ્ટ્રપતિની સલામતિ અર્થે સેન્સેટીવ એરિયા નો ડ્રોન ઝોન

મોરબી જિલ્લામાં ભારતના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મૂ આગામી ૧૨/૨/૨૦૨૪ ના રોજ ટંકારા ખાતે મુલાકાતે પધારનાર છે. મહાનુભાવ ‘બ્લુ બુક’ મુજબની સુરક્ષા કવચ ધરાવે છે. જેથી તેઓની સલામતી અર્થે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લતીપર ચોકડી થી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. ન ઉડાડવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ લતીપર ચોકડીથી ૨ કિલોમીટરની ત્રિજ્યા વિસ્તારના સેન્સેટીવ એરિયામાં ડ્રોન તથા અન્ય યુ.એ.વી. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન ન ઉડાડવા મનાઈ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા. ૧૧/૦૨/૨૦૨૪ થી તા. ૧૨/૦૨/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.




Latest News