હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકા અને મોરબીમાં દારૂની ત્રણ રેડ: દારૂની નાની મોટી ૬૫૧ બોટલ કબ્જે, બે આરોપી પકડાયા: બેની શોધખોળ


SHARE









વાંકાનેર શહેર-તાલુકા અને મોરબીમાં દારૂની ત્રણ રેડ: દારૂની નાની મોટી ૬૫૧ બોટલ કબ્જે, બે આરોપી પકડાયા: બેની શોધખોળ

વાંકાનેર શહેરના આરોગ્યનગર અને વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી વિસ્તારની અંદર પોલીસ દ્વારા દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને ૬૪૪ બોટલ કબ્જે કરવામાં આવી છે અને હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બે શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ આરોગ્યનગર શેરી નં-૫ માં રહેતા અજયસિંહ વનરાજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને મોટી ૨૬૪ બોટલો તથા નાની ૨૮૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૪૨,૩૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો ત્યારે સ્થળ ઉપરથી કિશનભાઇ અશોકભાઈ ખીરૈયા જાતે લોહાણા (૩૦) રહે. આરોગ્યનગર શેરી નં-૪ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી જોકે ઘરધણી અજયસિંહ વનરાજસિંહ ઝાલા હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામે તળાવ નજીક સીમમાં આવેલ હિતેશભાઈ સોરાણીની કબજા ભોગવતા વાળી વાડીમાં ઢોર બાંધવાની ગમાણમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને ૯૨ બોટલો દારૂની મળી આવી હતી જેથી પોલીસે ૨૫,૫૬૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે હિતેશભાઈ પ્રેમજીભાઈ સોરાણી જાતે કોળી રહે. ઠીકરીયાળી તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

૭ બબોટલ દારૂ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં સરકારી સ્કૂલ સામેની શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની આઠ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪,૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુરેશભાઈ ભુપતભાઈ રાઠોડ જાતે રજપૂત (૩૬) રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી સરકારી સ્કૂલની બાજુમાં વેજીટેબલ રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે




Latest News