મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન : સમાજમાં ફેશન વ્યસન અને વેર છોડીને સંગઠિત બનો : પૂ ભાવેશ્વરીબેન, દાતાઓ જ અમારા માટે મહાનુભાવો : આયોજકો
SHARE
મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન : સમાજમાં ફેશન વ્યસન અને વેર છોડીને સંગઠિત બનો : પૂ ભાવેશ્વરીબેન, દાતાઓ જ અમારા માટે મહાનુભાવો : આયોજકો
મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેરમાં સમૂહલગ્નનું આયોજન શ્રી રામધન આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગોસ્વામી સમાજના પાંચ યુગલો લગ્નગ્રંથીએથી જોડાયા હતા.ગોસ્વામી સમાજના દાતાઓના સહયોગથી દીકરીઓને સોના-ચાંદીના દાગીનાથી લઇને ઘરવપરાશ અને જીવન જરૂરિયાતની ૮૭ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. સમૂહલગ્નનું સંપૂર્ણ આયોજન માત્ર ગોસ્વામી સમાજના સહયોગથી કરવામાં આવ્યું હતું.સમૂહલગ્નમાં નવદંપતિઓને આશીર્વચન આપવા મહંત ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ), વિનોદગીરી (કુબેરનાથ મહંત), મહંત બલરાજ રાજગીરી (મહાકાલેશ્વર મંદિર જેતપર મચ્છું) મહંત લાભુગીરી (સતેશ્વર મહાદેવ), મહંત પ્રવિણગીરી (સીધેશ્વર મહાદેવ) સહિત સર્વ સંતો મહંતોએ ઉપસ્થિત રહીને નવદંપતિઓને આશીર્વચન આપ્યા હતા.
આ પ્રસંગે મહંત ભાવેશ્વરીબેન એ જણાવ્યું હતું કે સમાજમાં ફેશન વ્યસન અને વેર ઝેર છોડીને એક થાઓ સંગઠિત બનો જેથી સમાજના વિકાસમાં ઉપયોગી થવાય બાળકોને વધુને વધુ શિક્ષિત બનાવો તેમજ વધુમાં નવદંપતિઓને જણાવ્યું હતું કે પરિવારમાં સહનશીલતા રાખજો જતું કરવાની ભાવના રાખજો તો ક્યારેય ઘરમાં કોઈ પ્રશ્ન ઉભો નહિ થાય.તમારા માં બાપ સાસુ સસરાની સેવા કરજો તેમજ સમૂહલગ્નના આયોજક પ્રવીણભારથી ચંદ્રકાન્તભારથીએ જણાવ્યું હતું કે અમારા આ આયોજનને પુરેપૂરો તન મન ધનથી જેને સહયોગ આપ્યો છે તેવા દાતાશ્રીઓ જ અમારા મહાનુભાવો છે હું પ્રથમ તેને જ સ્ટેજ પર બેસાડુ છું આ પ્રસંગે સંતો-મહંતોને દાતાઓનું સન્માન કરાયું હતું.આ તકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી અને અલ્પેશ ગોસ્વામીનું સન્માન સમૂહલગ્ન સમિતિના આયૉજકૉ દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે ઉપસ્થિત જામનગરના મીનાબેન હંસગીરીએ જણાવ્યું હતું કે ૩૫ વર્ષ પહેલાં હું પણ સમૂહલગ્નમાં જોડાઈ હતી.તેમ જણાવીને ગોસ્વામી સમાજને વધુને વધુ સમૂહલગ્નમાં જોડાવવા અપીલ કરી હતી.ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવોએ સમૂહલગ્ન ના આયોજન ને બિરદાવીને આયોજકને અભિનંદન પાઠવ્યા હતા.આ સમૂહલગ્નમાં જમણવારનો તમામ ખર્ચ રસિકગીરી નવલગીરી ગોસ્વામી હરિપર(કેરાળા) દ્વારા કરવામા આવ્યો હતો.જેનું પણ મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિના આયોજકએ સન્માન કર્યું હતું. આ સમૂહલગ્ન સફળ બનાવવા સમિતિના મોભી પ્રવીણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી, તેમજ ડો.જયદીપપુરી મનસુખપુરી, અરવિંદવન ન્યાલવન, પ્રવિણગીરી વસંતગીરી, રાજેશપુરી બટુકપુરી સહિત સમિતિના તમામ સભ્યોએ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી