મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ તેમજ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો


SHARE









મોરબીની પી.જી.પટેલ- યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો

આજરોજ ૨૧ ફેબ્રુઆરી ના રોજ સર્વત્ર માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યોછે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કવિ સંમેલનનું યોજાયું હતું

ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના કવિ બિપીનચંદ્ર નિમાવત (બિપીન મધુર), રૂપેશ પરમાર (જલરૂપ), કવિ સંજય બાપોદરિયા (સંગી) હાજર રહ્યા હતા અને તેની કૃતિઓ રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આર.કે. વારોતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના સાહિત્ય પ્રેમીઓ તેમજ માતૃભાષામાં વિશેષ રૂચિ ધરાવતા શ્રોતાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીની પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓએ પણ ગુજરાત સાહિત્ય પરિષદ-અમદાવાદ  દ્વારા જાહેર થયેલ અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મંતવ્યો રજુ કરતા વિડીયો નિહાળ્યા હતા અને બાદમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ વિધાર્થીઓને માતૃભાષાના વૈભવ અને ગરિમાથી વાકેફ કાર્ય હતા તેમજ ગુજરાતી ભાષાના અભિન્ન અંગ એવા જોડણી, અલંકાર, રાગ દુહા છંદ અને વ્યાકરણ અંગે પણ રસપ્રદ અને હળવી શૈલીમાં છણાવટ દ્વારા વિધાર્થીઓને ગુજરાતી ભાષા અંગેનું સચોટ જ્ઞાન આપ્યું હતું.




Latest News