મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો


SHARE









હળવદ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત, એક સારવારમાં: ગુનો નોંધાયો

હળવદ નજીક ગઇકાલે મોડી સાંજે રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં બે વૃદ્ધને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજ્યું છે અને એક હાલમાં સારવાર હેઠળ છે હાલમાં મૃતક ના દીકરાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ નજીક શનિવારે રાતે નવેક વાગ્યાની આસપાસ નવા ધનાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં ટ્રેકટર આવી રહ્યું હતું તેના ડ્રાઇવરે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગોરધનભાઇ રવજીભાઈ દલવાડી (૬૮) નું મોત નીપજ્યું છે જ્યારે ત્રિભોવનભાઈ નાનજીભાઈ દલવાડી (૬૫)ને ગંભીર ઈજા થતાં તેને હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવેલ છે વધુમાં મળતી માહિતી મુજબ  ગોરધનભાઇઅને ત્રિભોવનભાઈ હળવદમાં આવેલ સ્વામિનારાયણ મંદિરે કથાની પોથીયાત્રામાં આવ્યા હતા અને ત્યાંથી બંને નવા ધનાળા પરત જતાં હતા ત્યારે ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં બે પૈકીનાં એક વૃદ્ધનું મોત નીપજયું છે જે બનાવમાં હાલમાં મૃતક ગોરધનભાઈના દીકરા ધરમશીભાઈ ગોરધનભાઇ કંઝારીયા જાતે દલવાડી (૪૯)એ ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે ૩૬ એફ ૫૮૪૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રેક્ટર ચાલક વિષ્ણુભાઈ તખુભાઈ અગેચાણીયા જાતે કોળી (૩૬) રહે શિવનગર પ્લોટ સુરવદર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News