મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામના પાટીયા પાસે રિવર્સમાં આવેલ ડમ્પરના વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા પામેલા આધેડનું મોત


SHARE









હળવદના ઢવાણા ગામના પાટીયા પાસે રિવર્સમાં આવેલ ડમ્પરના વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા પામેલા આધેડનું મોત

હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસે ડમ્પર ચાલકે અચાનક તેનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે બાઈકને હડફેટે લેતા બાઇક લઈને જઈ રહેલા આધેડને નીચે પાડી દીધા હતા અને તેના માથે ડમ્પરના વ્હીલ ફેરવી દીધા હતા જેથી આધેડને બંને પગ, ડાબા હાથ તથા મોઢાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા સવજીભાઈ લાભુભાઈ ઓળકિયા જાતે કોળી (૨૩) નામના યુવાને ડમ્પર નંબર જીજે ૩ બીવી ૮૫૦૭ ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પિતા લાભુભાઈ ઓળકિયા બાઈક નંબર જીજે ૨ ડીક્યૂ ૦૮૮૬ લઈને જઈ રહ્યા હતા ત્યારે ઢવાણા ગામના પાટીયા પાસે ડમ્પર ચાલકે તેનું વાહન બેફિકરાયથી રિવર્સમાં લીધું હતું ત્યારે પાછળ આવી રહેલા ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું અને ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને ત્યારબાદ તેની માથે ડમ્પરના તોતિંગ વ્હીલ ફેરવી દીધા હતા જેથી તેઓને બંને પગમાં, ડાબા હાથમાં, મોઢા અને હોઠના ભાગે ગંભીર ઇજા થટેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ડમ્પર ચાલક તેનું વાહન ત્યાં ઘટના સ્થળે મૂકીને ભાગી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાળક સારવારમાં

ચરાડવા ગામે મજૂરી કામ કરતાં લાલુસિંગ ઠાકોરનો નવ મહિનાનો દીકરો કાર્તિક કોઈ કારણોસર ચરાડવા ગામે વાડીમાં આવેલ નાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હળવદ લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

એસિડ પીધું

ટંકારામાં રહેતા સુરેશ હનુભાઈ સોલંકી (૪૫) નામના યુવાને ઘરે હતો ત્યારે કોઈ કારણોસર એસિડ પી લીધૂ હતું જેથી તે યુવાને પ્રથમ સારવાર માટે ટંકારા લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે




Latest News