મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે અજુગતુ પગલુ ભરી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત


SHARE







હળવદના કડીયાણા ગામે અજુગતુ પગલુ ભરી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત

હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા યુવાને થોડા દિવસો પહેલા ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનો મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા નરેશભાઈ નાગરભાઈ પારઘી (૩૩) નામના યુવાને ગત તા. ૨૭/૩ ના રોજ પોતાની જાતે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તા.૨/૪ ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ વરમોરા સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા સુમિતાબેન પપ્પુલાલ (૨૬) નામના મહિલા પેગ્વીન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકને રીક્ષા ચાલકે હડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં સુમિતાબેનને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઈકમાંથી નીચે પડી જતાં ઇજા
વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શહેનાજબાનુ સોયલભાઈ શેરસીયા (૩૮) નામના મહિલા ગામ પાસેથી બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં આ બનાવની જાણ કરેલ છે






Latest News