મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના નવા જાંબુડીયા ગામે ઘરમાંથી દારૂની ૨૪ બોટલ સાથે આરોપીની ધરપકડ


SHARE









મોરબીના નવા જાંબુડીયા ગામે ઘરમાંથી દારૂની ૨૪ બોટલ સાથે આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની ૨૪ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૭૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે ત્યારે મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે શક્તિપરા હોટલની પાછળના ભાગમાં રહેતા કરણભાઈ મકવાણાના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૨૪ બોટલો મળી આવતા પોલીસે ૭૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કરણભાઈ ગંગારામભાઈ મકવાણા જાતે કોળી (૨૩) રહે. નવા જાંબુડીયા શક્તિપરા ઓકટ્રિ હોટલની પાછળના ભાગમાં તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે

દેશી દારૂ ભરેલ ગાડી પકડાઈ

વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૩ ૭૧૫૩ પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાંથી ૩૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૭૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા દોઢ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૧,૫૭,૦૦૦ ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપી રાહુલભાઈ ભુપતભાઈ ગાબુ જાતે કોળી (૨૪) રહે. સલાખડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News