મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂની નાની ૨૫૨ બોટલ-૨૪ બીયર સાથે એક શખ્સની ધરપકડ


SHARE









ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂની નાની ૨૫૨ બોટલ-૨૪ બીયર સાથે એક શખ્સની ધરપકડ

ટંકારા તાલુકાના ગજડી ગામે વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૨૫૨ બોટલો તથા ૨૪ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૨૭,૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા નીતિનભાઈ ડાંગરની વાડીએ દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ગજડી ગામની સીમમાં આવેલ નીતિનભાઈ ડાંગરની વાડીની ઓરડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની કુલ મળીને ૨૫૨ બોટલો મળી આવી હતી તેમજ બિયરના ૨૪ ટીન મળ્યા હતા જેથી કરીને પોલીસે ૨૭,૬૦૦ ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી નીતિનભાઈ વરજાંગભાઈ ડાંગર જાતે બોરીચા (૩૦) રહે. ગજડી તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીની મોચી શેરીમાં રહેતા ડાયાભાઈ પ્રેમજીભાઈ ઝાલા (૭૦) નામના વૃદ્ધ મોરબીમાં પાડાપુલ નજીક આવેલ શંકર આશ્રમ પાસેથી જતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેમને ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ  બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News