મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

માળિયા (મીં)ના હરીપર નજીક ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતા બાળકીનું મોત: એક જ પરિવારના ચારને ઇજા


SHARE









માળિયા (મીં)ના હરીપર નજીક ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારતા બાળકીનું મોત: એક જ પરિવારના ચારને ઇજા

માળીયા મીંયાણા વિસ્તારમાં આવેલ હરીપર ગામના રેલ્વે બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. ત્યારે ડમ્પર ચાલકે બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને એક જ બાળકો સહિતના પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી અને તે પૈકીની એક બાળકીનું મોત નીપજયું છે જો કે ચાર વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. અને આ બનાવમાં મૃતક બાળકીના પિતાએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ડમ્પરના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા ખાતે આવેલ કાજરડાના ભોળ વિસ્તારમાં રહેતા નિઝામભાઈ સાઉદીનભાઇ મોવર (૩૨) તેમના પત્ની નસીમબેન નિઝામભાઈ મોવર (૩૦), પુત્ર અઝરૂદ્દીન નિઝામભાઈ મોવર (૧૧), પુત્રી નજમાબાનુ નિઝામભાઈ મોવર (૭) અને નાજીયાબેન બાઇકમાં માળીયા મીંયાણા ખાતેથી નિઝામભાઈ મોવરનું સાસરિયું સુરજબારી નજીક હોય ઈદ કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ડમ્પરના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને હરીપર ગામ નજીક આવેલ રેલ્વેના બ્રીજ પાસે અકસ્માત થયો હતો જેથી નજમાબાનું નિઝામભાઈ મોવર નામની સાત વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી ડેડબોડીને પીએમ માટે મોરબી લઈને આવ્યા હતા અને મૃતકની માતા નસીમબેન, પિતા નિઝામભાઈ, ભાઈ અઝરૂદ્દીન અને નાજીયાબેન ઇજાઓ થતા તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં આ બનાવ સંદર્ભે નિઝામભાઈ સાઉદીનભાઇ મોવર દ્વારા ડમ્પર જીજે ૧૨ બીવી ૦૧૪૨ ના ચાલકની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News