મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા માટે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો


SHARE









વાંકાનેરમાં ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા માટે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો

વાંકાનેરમાં ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખાર રાખીને યુવાન જીનપરા જકાતનાકા પાસે પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડે હતો ત્યારે બે શખ્સો દ્વારા છરી વડે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે તે યુવાનને માથાના પાછળના ભાગે તથા જમણા પડખાના ભાગે ઇજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં બે શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતાં વિભાભાઈ ઉર્ફે બાબુભાઈ મોનાભાઈ સરૈયા જાતે ભરવાડ (૨૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સાહિલભાઈ હુસેનભાઈ પીપરવાડીયા અને ફૈઝલ હુસેનભાઈ પીપરવાડિયા રહે બંને જીનપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, અગાઉ આરોપીઓ સાથે ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને બંને આરોપીઓએ ફરિયાદી જીનપરા જકાતનાકા પાસે પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ ઉપર હતો ત્યારે તેને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ સાહિલે તેના પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને માથાના પાછળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ ફેઝલે છરી વડે ફરિયાદી યુવાનને જમણા પડખાના ભાગમાં ઘા કરીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.વી. કાનાણી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના માનસર ગામે રહેતા નવઘણભાઈ ધીરજભાઈ પંસારા જાતે દેવીપુજક (૩૨)ના પિતા માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ રાખાદાદાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૧૯ એએમ ૪૭૪૭ ના ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીના પિતાને ડાબા પગમાં ફેક્ચર, કમરના ભાગે, પેશાબની કોથળીના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે




Latest News